યુવક દરરોજ કહેતો- એસિડ ફેંકીને તારી જિંદગી ખરાબ કરી નાખીશ- યુવકે ફરી કહ્યું તો માએ જે કર્યું તે જોવાલાયક હતું

આઈસી મહિલા કોલેજમાં પેપર આપવા આવેલા ઝજ્જરની એક યુવતી સાથે એક યુવકે છેડતી કરી. આ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે આવેલી તેની માએ આરોપી યુવકને ઢોર માર માર્યો. આ દરમિયાન ઘણા લોકોની ભીડ કોલેજ ગેટ સામે જમા થઈ ગઈ. માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપી યુવક કૃષ્ણની ધરપકડ કરી. બાદમાં મહિલા પોલીસે વિદ્યાર્થીની ફરિયાદ પર આરોપી સામે એફઆઈઆર દાખલ કરી તેની ધરપકડ કરી. પીડિત વિદ્યાર્થી અને યુવક એક જ ગામના જણાવાઈ રહ્યા છે. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, યુવક તેની સાથે પહેલા પણ ઘણીવાર છેડતી કરી ચૂક્યો છે અને તેના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપી ચૂક્યો છે.

બીએસસી ત્રીજા વર્ષની વિદ્યાર્થીએ મહિલા પોલીસ સ્ટેશનને ફરિયાદમાં જણાવ્યું કે, મંગળવારે તેને કોલેજમાં બીએસસી ત્રીજા વર્ષનું પેપર હતું. તે તેની મા સાથે પેપર આપવા માટે આવી હતી. આ સમયે કોલેજના ગેટ પાસે ગામના જ કૃષ્ણએ તેનો રસ્તો રોક્યો અને તેની સાથે છેડતી કરી. વિરોધ કરવા પર કૃષ્ણએ તેને મારી નાખવાની ધમકી આપી.

સરકારી પીજી કોલેજ ફોર વુમનમાં 45 સીસીટીવી કેમેરા લગાવાયેલા છે. મંગળવારે મેઈન ગેટ પર બનેલી ઘટનાના ફૂટેજ શોધવા માટે જ્યારે કેમેરા ચેક કરવામાં આવ્યા તો અંદાજે 19 વર્કિગમાં નહોતા. પ્રિન્સિપાલ ડો. પૂનમ બનવાલાનું કહેવું છે કે, આ વિશે કંપનીના કર્મચારીને ઘણી વાર જણાવી ચૂક્યા છીએ. મંગળવારે પણ કોલેજમાં બોલાવાયા હતા, પરંતુ હજુ કેમેરા સરખા થઈ શક્યા નથી.

શહેરમાં દુર્ગા શક્તિની બે ટીમોને દરેક કોલેજ અને સ્કૂલના ગેટ પર સતત ધ્યાન રાખવાના આદેશ છે. પરંતુ દુર્ગા શક્તિ શહેરમાં મહિલાઓ સાથે થઈ રહેલી છેડતીની ઘટનાઓને અટકાવી શકી નથી. જોકે, પોલીસ દાવો કરે છે કે ટીમ તરત ઘટના સ્થળે પહોંચી જાય છે.
કોલેજમાં આવતા લગભગ 5 મહિના થઈ ગયા છે. આ દરમિયાન દુર્ગા શક્તિ વાહિની બહુ ઓછી જ જોવા મળે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.