અધિકારીઓ સહયોગ ન આપતા સાબરકાંઠા જિ.પં.માં કોંગ્રેસનો વિરોધ

 
                                 સાબરકાંઠા જિલ્લા પંચાયતની સોમવારે બોલાવાયેલ ખાસ સામાન્ય સભામાં શાસક પક્ષ કોંગ્રેસ દ્વારા જ હોબાળો મચાવી અધિકારીઓ સાંભળતા ન હોવા અંગે રોષ વ્યક્ત કરી 2017-18 ના હિસાબોના મંજૂર કરતાં આગામી સામાન્ય સભા માટે મોકૂફ કરવામાં આવી હતી. ડીડીઓ, ડે.ડીડીઓની ગેરહાજરીમાં યોજાયેલ સામાન્ય સભામાં હર્ષદ પટેલે જણાવ્યુ કે, એજન્ડા કાઢનાર અધિકારી જ હાજર નથી તે કેવી રીતે ચલાવી શકાય. ગેરહાજર રહેવાની ખબર હતી તો તારીખ કેમ ન બદલી આવા અધિકારીઓને અન્યત્ર ખસેડવા ઠરાવ કરીને સરકારમાં મોકલી આપો.અન્ય કોંગી સદસ્યોએ વિકાસના કામો માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં ન મળી હોવા અંગે અને સમસ્યાઓ લઇને ડીડીઓને મળવા જાય ત્યારે બહાર બેસાડી રાખવામાં આવતો હોવાનો બળાપો ઠાલવ્યો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.