કાણોદરમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૪૫થી વધુ કેસો નોંધાતા ફફડાટ

છાપી : બનાસકાંઠા જિલ્લામાં સતત વરસતા વરસાદને લઈ રોગચાળો માથું ઊંચકી રહ્યું છે ત્યારે જિલ્લા માં ડેન્ગ્યુ જેવા જીવલેણ કેશોમાં સતત વધારો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.જ્યારે સૂત્રો દ્રારા મળતી હકીકત મુજબ પાલનપુર તાલુકા ના કાણોદર માં એકજ સપ્તાહ માં ૪૫ કરતા વધુ ડેન્ગ્યુ ના કેશ નોંધાયા હોવાનું જાણવા મળે છે
જિલ્લામાં વરસાદને લઈ ઠેરઠેર પાણી ભરાવવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા તાવ સહિત શરદી, મેલેરિયા જેવી બીમારી ઓએ માથું ઉચકતા જિલ્લામાં રોગચાળાના કારણે દવાખાના ઓમાં દર્દીઓથી ખાટલા ઉભરાવા લાગ્યા છે ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં શનિવારે ડેન્ગ્યુના કારણે એક આઠ વર્ષીય બાળકીનું કરુણ મોત નિપજતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. દરમિયાન છેલ્લા એક સપ્તાહમાં તાવના દર્દીઓના કેશોમાં વધારો થતા ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. જોકે,સારવાર દરમિયાન ૪૫ કરતા વધુ લોકોને શંકાસ્પદ ડેન્ગ્યુની અસર સાથે એક ખાનગી તબીબના જણાવવા મુજબ ખાનગી લેબમાંથી આવેલ રિપોર્ટ મુજબ ૨૫ લોકોને પોઝીટીવ રિપોર્ટ આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટને લઈ કાણોદર પંથકમાં   હડકંપ મચી જવા પામ્યો છે.દરમિયાન આરોગ્ય વિભાગ દ્રારા સર્વે સહિત દવાના છંટકાવની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, કાણોદરમાં વધતા ડેન્ગ્યુના દર્દીઓને લઈ કાણોદર પંચાયતના સરપંચ ઝહુરભાઈ ચૌધરી દ્રારા ફોગીંગ મશીન તાત્કાલિક વસાવી ગામના તમામ મહોલ્લાઓમાં રવિવારે ફોગીંગની કામગીરી હાથ ધરી મચ્છરોના ઉપદ્રવને નાથવાનો પ્રયાસ કર્યો હતો.
 
                      અહેવાલ 
                      સુરેશ અગ્રવાલ                                                                
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.