ચીન: પીઠ દર્દની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી હતી મહિલા, કિડનીમાંથી નીકળ્યા લગભગ 3000 સ્ટોન

ચીનના જિયાંગસુ પ્રાંતમાં એક મહિલાની કિડનીમાંથી લગભગ 3000 પથરી કાઢવામાં આવી. 56 વર્ષીય મહિલા પીઠ દર્દ અને તાવ રહેતો હોવાની ફરિયાદ લઈને ચાંગઝોઉના વુજિન હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ ચેકઅપ દરમિયાન જોયું કે મહિલાની જમણી કિડની પથ્થરોથી ભરેલી છે. દર્દનું કારણ ખબર પડ્યા બાદ ડોક્ટરોએ મહિલાનું ઓપરેશન કર્યું હતું.
 
ઓપરેશન દરમિયાન ડોક્ટર્સ પણ ત્યારે હેરાન રહી ગયા જયારે તેમને આટલી મોટી સંખ્યામાં મહિલાની કિડનીમાં પથરીઓ જોવા મળી. હાલ તમામ પથરીઓ કિડનીમાંથી બહાર કાઢી લેવામાં આવી છે. લોકલ મીડિયા અનુસાર એક વ્યક્તિને પથરી ગણવા માટે બેસાડવામાં આવ્યો હતો. 2980 પથરીઓ ગણવામાં લગભગ એક કલાક જેટલો સમય લાગી ગયો. હવે પીડિત મહિલા સ્વસ્થ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.