કોલ્ડવેવ વચ્ચે ગુજરાત ઠંડુગાર

 
 
 
 
                                 ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે સાથે ગુજરાતમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં કોલ્ડવેવની Âસ્થતિ વચ્ચે લોકોની હાલત કફોડી બનેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હાલત કફોડી બની છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પારો ૬ ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયો છે. અમરેલીમાં આજે પારો ગગડીને ૬.૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. અમદાવાદમાં આજે પારો ૯ ડિગ્રી રહ્યો હતો જ્યારે ડિસાતમાં ૭.૬, ગાંધીનગરમાં ૮.૬, વડોદરામાં ૯, ભાવનગરમાં ૮.૬, કંડલા એરપોર્ટ ખાતે ૭.૫, નલિયામાં ૭, મહુવામાં ૭.૧ ડિગ્રી પારો રહ્યો હતો. બીજી બાજુ ઉત્તર ભારતમાં પહાડો પર થઇ રહેલી ભારે હિમ વર્ષાને કારણે ઠંડીનું જાર વધ્યું છે. જેને લઇને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં માવઠા થાય છે ત્યારે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ઠંડીએ સતત ચોથા દિવસે ઠંડીનો પારો જમાવબિંદુ પર ર્યો હતો જેને લઇને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી ર્યો છે. ઠંડીને કારણે હિલ સ્ટેશનના લોકો ઠુઠવાઈ રહ્યા છે તો શાળાએ જતા વિદ્યાર્થીઓ ને પણ બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.