માં અંબાનો આભાર
બનાસકાંઠા બેઠકની મતગણતરી હજુ ચાલુ છે અને આ બેઠકનું સત્તાવાર પરિણામ જાહેર થયું નથી પરંતુ ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો વિજય નિશ્ચિત બની ગયો છે ત્યારે બનાસકાંઠાના નવા સાંસદ તરીકે ચૂંટાયેલા જાહેર થવાની ઔપચારિકતા પૂર્વે જ પરબતભાઇ પટેલે અંબાજી પહોંચી જઇ માં અંબાને ચૂંદડી ચડાવી આદ્યશક્તિના આશીર્વાદ લીધા હતા.ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ પણ નવા સાંસદ બનવા જઇ રહેલા પરબતભાઇ પટેલને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.