બાલારામ–અંબાજી અભ્યારણ્યમાં ગેરકાયદે ખનન મુદ્દે અધિકારીઓને પાંચ લાખનો દંડ

પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં બાલારામ- અંબાજી અભ્યારણ્યમાં ગેરકાયદે માઇન્સો ધમધમી રહી છે. જેનાથી વન્ય પ્રાણીઓને ખલેલ પહોચવાની સાથે હવામાન પ્રદુષિત થઇ રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ટ્રિબ્યુનલ દ્વારા બનાસકાંઠા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓની કમિટી બનાવી આ મુ?દે કાર્યવાહી કરવા જણાવાયું હતુ. જોકે, તંત્રના અધિકારીઓ દ્વારા ટ્રિબ્યુનલના આદેશની અવગણના કરવામાં આવતાં  ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ, જીલ્લા કલેકટર, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ડિસ્ટ્રિક્ટ માઈનીંગ ઓફિસર નોટિસ ફટકારી રૂપિયા પાંચ લાખનો દંડ ચૂકવવાનો હૂકમ કરતાં વહિવટીતંત્રના અધિકારી ઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.સરહદી બનાસકાંઠા જિલ્લાના બાલારામ – અંબાજીના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં રિંછ સહિતના જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. જેમનું રક્ષણ કરવું તે જિલ્લા વહિવટીતંત્રની પ્રથમ ફરજ બને છે. જોકે, આ અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે કવોરીઓ ધમધમી રહી છે. જેનાથી વન્ય પ્રાણીઓને ખલેલ પહોચી રહી છે. તેમજ હવામાન પ્રદુષિત થઇ રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ટ્રિબ્યુનલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અધિકારી ઓની કમિટી રચીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતુ. જોકે, તંત્રના અધિકારીઓ દ્વારા ટ્રિબ્યુનલના આદેશની અવગણના કરવામાં આવતાં કમિટીના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ, જીલ્લા કલેકટર, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ડિસ્ટ્રિક્ટ માઈનીંગ ઓફિસરને નોટિસ ફટકારી રૂપિયા પાંચ લાખનો દંડ ચૂકવવાનો હૂકમ કરાયો હોવાનું જાણીતા પર્યાવરણવિદ હિદાયતુલ્લાભાઈએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.