અમેરિકા પોતાની કરન્સી મોનિટરિંગ યાદીમાંથી ભારતને દૂર કરી શકે છે

અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારતે અમુક એવાં પગલાં લીધાં છે કે જેને કારણે અમારી ચિંતા ઘટી છે. અમેરિકા દ્વારા આ વર્ષે એપ્રિલમાં ભારતને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. કોઈપણ દેશની વિદેશી હૂંડિયામણ પોલિસી ઉપર શંકા જાય તો અમેરિકા દ્વારા તેને દેખરેખ યાદીમાં રાખવામાં આવે છે.
 
નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાના રિપોર્ટથી મૂડી બજારમાં સેન્ટિમેન્ટ સુધરી શકે છે. પરંતુ રૂપિયાને કોઈ મોટો ફાયદો નહીં થાય. તેનું એકમાત્ર કારણ હાલમાં ક્રૂડ તેલના ભાવ છે.
 
અમેરિકાએ જણાવ્યું હતું કે વર્તમાન વર્ષે જૂન સુધીમાં ભારતના વિદેશી હૂંડિયામણની ખરીદીમાં ઘટાડો જોવાયો હતો જે જીડીપીના ૦.2 ટકાની સમકક્ષ છે. જોકે, 2૦17માં સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો 2 ટકાની ઉપર હતો.
 
અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર ભારત પોતાનું વલણ ચાલુ રાખશે તો આગામી રિપોર્ટ જારી કરવામાં આવે ત્યાં સુધીમાં તેને દેખરેખ યાદીમાંથી દૂર કરવામાં આવશે.
 
અમેરિકી રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રથમ છ માસિક ગાળામાં અમેરિકી ડોલર સામે રૂપિયો સાત ટકા કમજોર થયો હતો. આ સમયગાળામાં વિદેશી રોકાણકારોએ મોટી રકમ પાછી ખેંચી લીધી હતી. રૂપિયામાં ઘટાડો છતાં રિઝર્વ બેન્કે દરમિયાનગીરી નહીં કરી એ બાબતે અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારતની પ્રસંશા કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.