સાબરકાંઠા જિલ્લાના સર્વાગી વિકાસના ૮૯૯ કામો માટે રૂ. ૧૪૭૫ લાખની જોગવાઇ

સાબરકાંઠા જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી તથા પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી હિંમતનગર ખાતે મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના જિલ્લાકક્ષા તથા તાલુકાકક્ષાએ સર્વાગી વિકાસના કામોની પ્રાથમિકતા આપવામાં આવી હતી.
જિલ્લા પ્રભારી મંત્રી જિલ્લાના વિકાસના કામો ઝડપભેર પૂર્ણ કરવા અને વિકાસની ગતિને તેજ બનાવવા અધિકારીઓને અપીલ કરી હતી. અને જિલ્લાની શાળાઓના ઓરડા, પીવાના પાણી અને વિજળીકરણની બાકી કામગીરીને ઝડપથી પુરા કરવા વહિવટી તંત્રના અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતુંઆ વર્ષ ૨૦૧૯-૨૦ના સાબરકાંઠા જિલ્લાના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ પૈકી વિવેકાધીન જોગવાઇ હેઠળ ૬૭૪ કામો માટે રૂ. ૮૦૭ લાખ, આદિજાત વિકાસના ૬૪ કામ માટે રૂ. ૮૯ લાખ, અનુસૂચિત જાતિ વિકાસના ૮૬ કામ માટે રૂ. ૧૧૯ લાખ, જિલ્લાની ૬ નગર પાલિકાઓના ૩૦ કામો માટે ૧૫૦ લાખ, જયારે પ્રોત્સાહક જોગવાઇ હેઠળના ૨૬ કામો માટે રૂ. ૩૫ લાખ, જિલ્લાના સામાજીક અને શૈક્ષણિક પછાત તાલુકાના વિકાસ માટેના ૧૯ કામો માટે રૂ. ૨૫ લાખ મળી કુલ ૮૯૯ કામો માટે રૂ. ૧૪૭૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત સસંદસભ્ય અને  ધારાસભ્ય ગ્રાન્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ  રતનબેન સુતરીયા, સાસંદ દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડરના ધારાસભ્ય  હિતુ કનોડીયા, પ્રાંતિજના ધારાસભ્ય  ગજેન્દ્રસિંહ પરમાર, સહિત તાલુકા પંચાયત, તથા અગ્રણી પદાધિકારીઓ, સાબરકાંઠા કલેકટર પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી સુ. સ્તુતિ ચારણ, સહિત તાલુકા/ નગર પાલિકાના પ્રમુખશ, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.