નર્મદા નદીમાં 70 મુસાફરો ભરેલી બોટ પલટાતા 5નાં મોત

સુરત મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લા ધડગાવ તાલુકાના ભુસ્સા ગામના વિસ્તારમાં નર્મદા નદીમાં બોટ પલટી જતાં 5 મુસાફરોનાં ડૂબી જવાથી મોત થયાં છે જ્યારે 2 લાપતા છે. 35 મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તરતા આવડતુ હોય એવા 30 જેટલા મુસાફરો ઘટના સ્થળથી બહાર નીકળી ગયાં હતાં. નર્મદા અને ઉદય નદીનું સંગમ સ્થળે મકરસક્રાતિના પર્વે સ્નાન કરવાની વર્ષોથી ચાલી આવેલી ગાથા મુજબ મંગળવારે બોટમાં ક્ષમતા કરતા વધુ 70 મુસાફરોને બેસાડી જતા, બેલેન્સ ખોળવાતા બોટ પલ્ટી મારતા અકસ્માત થયો હોવાનું જાણવા મળેલ છે.

 
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારે વસતાં આદિવાસીઓમાં મકરસંક્રાતિ નિમિતે સ્નાન કરવાની એક પ્રથા હોય છે. આ કિનારાનો લોકો સામે કિનારે જઈને સ્નાન કરે અને સામાના આ કિનારે આવી પૂજા અર્ચના કરી સ્નાન કરે છે. મંગળવારે બોટ સામે કિનારે જતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.
બોટમાં 70 લોકો હતાં. પરંતુ બોટ ડૂબી ત્યારે મોટા તરતાં આવડતું તે મોટી ઉંમરના લોકો તરીને સામા કિનારે પહોંચી ગયાં હતાં. જ્યારે તરતાં નહોતું આવડતું તે મૃતકોમાં સૌથી વધુ 2થી 4 વર્ષા બાળકો અને એક મહિલાનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે.
 
ભુસ્સા ગામે એક લાલ કલરની બોટમાં બેસી લોકો ગયા હતા. જેની ક્ષમતા 30ની હતી જ્યારે 70 બેઠા હતા. એક તરફ મુસાફરીઓની સંખ્યા વધારે થઈ જતાં બોટ કિનારે પલટી ગઈ. પેકીંગ બોટ હોવાથી મુસાફર બોટમાં દબાઈ ગયાં હતાં. બે નાના બાળકો, મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.