રાજ્યભરમાં ગ્રાહકો હોટલ, કેન્ટિન અને રેસ્ટોરાંના રસોડાની સ્થિતિ તપાસી શકશે

ગુજરાતભરમાં આવેલી હોટલો, કેન્ટીન અને રેસ્ટોરાંમાં હવે ગ્રાહકો રસોડાની અંદર કેવી સ્થિતિ છે તે જોઈ શકશે. રસોડાની બહાર No Admisson WithOut Permission અને Admisson only With Permisson જેવા બોર્ડ માર્યા હોય છે જેને હટાવી લેવા ફૂડ એન્ડ સેફટી વિભાગે અધિકારીઓને આદેશ કર્યો છે. ગ્રાહકો રસોડાની અંદર કેવી પરિસ્થિતિ છે તે જોઈ શકે તેવી રીતે બારણા રખાવવા માટે સૂચના આપી છે.
 
ફૂડ એન્ડ સેફટી વિભાગે પરિપત્ર કર્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ડેઝીગનેટિડ અધિકારીઓએ હોટલો, કેન્ટિન અને રેસ્ટોરાંમાં જઇ તાત્કાલિક તપાસ કરવી કે રસોડાની બહાર No Admisson WithOut Permission અને Admisson only With Permisson જેવા બોર્ડ માર્યા હોય તો તેને તાત્કાલિક દૂર કરાવવાના રહેશે. રસોડું સ્વચ્છ રાખવા જાણ કરવી તેમજ ગ્રાહકો રસોડાની અંદરની પરિસ્થિતિ કેવી છે તે જોઈ શકે તેવી બારીઓ અને દરવાજા રખાવવા માટે કહ્યું છે. જેથી કોઈ પણ ગ્રાહક હવે રેસ્ટોરાંમાં આવેલ રસોડામાં જઈ તપાસ કરી શકશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.