વીજ કરંટથી ૨ના મોત : મોડાસાના આધેડ અને ભિલોડાના ખેડૂતનું વીજકરંટથી મોત

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની પણ અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે વીજ કરંટ લાગવાથી જીલ્લામાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની જતા ચકચાર મચી હતી  ભિલોડાના ખુમાપુર ગામે ખેડૂતે સીમાડામાં આવેલા તબેલામાં ઢોર-ઢાંખર ને પાણી પીવડાવવા બોરની મોટરની સ્વીચ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું મોડાસાના દોલપુર ગામે ઘરના છાપરાનું સમારકામ કરતી વખતે વીજકરંટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું.
 
ગુરુવારે અરવલ્લી જીલ્લામાં વીજ કરંટ લાગવાથી બે લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો ભિલોડા તાલુકાના ખુમાપુર ગામના ખેડૂત અને પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવતા મહેન્દ્રભાઈ પનાભાઇ ભાઈ પટેલ તેમના સીમાડામાં આવેલા તબેલામાં રહેલા પશુઓને પાણી પીવડાવવા બોરની મોટર ચાલુ કરવા સ્વીચ પાડતાની સાથે વીજ કરંટના ઝટકાથી નીચે પટકાતા આજુબાજુમાંથી લોકો અને પરિવારજનો દોડી પહોંચી ખેડૂતને સારવાર અર્થે દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું પોલીસે પંચનામું કરી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
માઝુમ જલાધાર યોજનાના અસરગ્રસ્ત અને મોડાસાના દોલપુર ગામે ભાથીભાઈ ખુમાભાઈ રાવળ ઘરના છાપરાનું સમારકામ કરતા સમયે વીજકરંટ લાગતા નીચે પટકાતા વીજકરંટના શોક થી ઘટનાસ્થળે મોત નિપજતા પરિવારજનોમાં શોકાગ્નિ છવાઈ હતી ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને કરાતા ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી મૃતકની લાશને પીએમ માટે મોડાસા મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.