સાબરકાંઠામાં ગામે ગામ મહાત્મા ગાંધીના બોર્ડ લગાવવામાં ગેરરીતીઓનો આક્ષેપ

સાબરકાંઠા જીલ્લા માં ગ્રામ પંચાયતોમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત બ્લેક બોર્ડ લોખંડ ના બનાવવામાં આવ્યા હતા અને તે ગ્રામ પંચાયત વિસ્તારમાં લોકોને દેખાય એ રીતે લગાવવામા ંઆવ્યા હતા. પરંતુ એક હિંમતનગરની દેસાસણ ગ્રામ પંચાયતને પ્રામાણીકતા દર્શાવવી ભારે પડી ગઇ છે. કારણ કે ઓછી રકમનુ બીલ રજુ કરતા જાણે કે મંજુર થઇ નથી રહ્યુ તો વળી આ ઓછા બીલના કારણે ભ્રષ્ટાચારની ગંધ આવતા હવે જીલ્લા પંચાયતે પણ તપાસ સમિતી રચી દીધી છેએક તરફ સ્વચ્છતા અને ભ્રષ્ટાચાર મુક્તી ની વાતો કરવામા આવી રહી છે તો બીજી તરફ પ્રામાણીકતા દર્શાવવી જાણે કે એક ગામને ભારે પડી ગયુ છે. સાબરકાંઠા જીલ્લામાં પણ રાજ્યની અન્ય પંચાયતો ની માફક જ દેસાસણ ગામમાં લોખંડનુ માહીતી ધરાવતુ યોગ્ય નમુના અને સાઇઝ પ્રમાણે બનાવાયુ તો ખરુ પણ એનુ બીલ આવ્યુ માત્ર ૨૯,૯૦૦ જેટલુ તો સાબરકાંઠા જીલ્લાના અન્ય ગામોમા બનાવાયેલા બોર્ડની કિંમતના બીલ ૫૩,૦૦૦ જેટલા રજુ થયા અને એમાના મોટાભાગના બીલો પણ ચુકવી દેવામાં આવ્યા છે પણ સસ્તા ભાવે તૈયાર થયેલા દેસાસણ ગામના બોર્ડની રકમનુ બીલ મંજુર જ થતુ નથી તો ઉલ્ટાની કેટલાક બાબુઓએ તો ગામને ૫૩ હજારની રકમનુ બીલ મુકીની મંજુર કરી લેવાની સલાહ આપી દીધી.. ગામના લોકો એ પણ હવે આ વાતનો વિરોધ કરીને જિલ્લા અને તાલુકા ના અધીકારીઓને રજુઆતો અને ફરીયાદો કરવાની શરુઆત કરી છે પણ તેનો કોઇ યોગ્ય ઉકેલ આવતો નથી અને પ્રામાણીકતા ને બિરદાવવા જાણે કે કોઇ અધીકારી તૈયાર નથી અને બીલની રકમ ચુકવવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે.
જોકે દેસાસણના સ્થાનિક અગ્રણીઓનુ માનીએ તો ગામના જ કારીગરે આ બોર્ડને યોગ્ય સરકારી નમુના અને નિયત સાઇઝ મુજબ તૈયાર કરવામાં આવ્યુ છે. જારી કરાયેલી સુચના મુજબની માહીતી પણ દર્શાવી દીધી છે . 
તો પછી બીલની રકમ આપવા માટે તાલુકા પંચાયતના અધીકારીઓને વાંધો શુ હોઇ શકે.. પરંતુ હવે જો દેસાસણ ગ્રામ પંચાયતને માત્ર ૨૯.૯૦૦ માં જ આ બોર્ડ ની પાછળ ખર્ચ થયો હોય તો બાકીની સાતસો થી વધુ પંચાયતો ને ચુકવેલા ૫૩,૦૦૦ હજારની રકમ કેમ એટલી બધી ઉંચી હોઇ શકે... આ વિરોધા ભાસ ના સર્જાય અને ખર્ચની કિંમત અન્ય બોર્ડની જરુર કરતા વધુ ના લાગે એટલે હવે દેસાસણ ગામને બોર્ડના બીલની રકમનુ ચુકવણુ જ કરવામા આવતુ નથી. જોકે હવે પ્રતિ બોર્ડે ૨૩,૦૦૦ જેટલી રકમ જો સરકારી બાબુઓએ વધારે ચુકવી હોય એમ માની લેવામાં આવે તો સાતસો પંચાયતો માં એક કરોડ એકસઠ લાખ રુપીયાનો ચુનો સરકારી તીજોરીને લાગ્યો હોવાનુ માનવુ પ઼ડે તેવો ઘાટ સર્જાયો છે. જોકે હવે તપાસ સમિતી ની નિમણુંક કરીને તપાસ કરવામાં આવશે એવી વાતો વચ્ચે આખાય મામલાને હવે વાળી લેવાનો પ્રયાસ થઇ રહ્યો હોય એમ લાગી રહ્યુ છ.
આ અંગે જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી એ.એમ.દેસાઇએ જણાવ્યું હતું કે આ અંગે ડીડીઓની અધ્યક્ષતામાં ઠરાવ કર્યો છે તપાસ કરવાનો અને આ અંગે યોગ્ય તપાસ કરવામા આવશે.
જોકે હાલ તો ભ્રષ્ટાચારના વિવાદને લઇને સાબરકાંઠા જીલ્લા પંચાયત પણ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે 
અને હવે પંચાયતના પદાધીકારીઓ અને અધીકારીઓ એ પણ દુધ અને પાણી અલગ કરવા માટે કસરત કરવી પડે એમ છે કારણ કે આવડો મોટા ભ્રષ્ટાચાર પણ કોઇ એકલા હાથે કરી શકે એમ નથી અને તેમાં કયા અધીકારીઓ આમાં સામેલ હોઇ શકે છે તે શંકા પણ સ્પષ્ટ કરવી પડશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.