જાણો ગુજરાતમાં આજે ભાજપ અને કોંગ્રેસના કયા નેતાઓ ક્યા સભા ગજવશે ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે રેલીઓ, સભાઓ, રોડ શો કરી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે રાહુલ અને અમિત શાહ વચ્ચે જંગ જામવાનો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ભાવનગરના મહુવામાં જાહેર સભા સંબોધવા આવી રહ્યા છે. મહુવા વિધાનસભા મતક્ષેત્ર અમરેલી લોકસભા હેઠળ આવે છે આથી તેઓ પહેલા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં જ બે લોકસભા મતક્ષેત્રોથી કોંગ્રેસનો પ્રચારનો આરંભ કરશે. તો બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ સૌરાષ્ટ્રના કોડીનારમાં સભા ગજવવાના છે.બીજા રાઉન્ડમાં તેઓ ૧૮ એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે, તે દરમિયાન રાત્રીરોકાણ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પ્રચાર રેલીઓને સંબોધશે. રાહુલ ગાંધી 18 એપ્રિલે વંથલી અને ભૂજ, 19મીએ બારડોલીમાં સભા યોજશે. જયારે અમિત શાહ આજે ગુજરાતના સૌરાષ્ટ્રમાં જાહેરસભા કરવાના છે. અમિત શાહ આજે ગીર સોમનાથ અને ડીસામાં જાહેરસભા કરશે. સવારે 11.30 કલાકે કોડિનારમાં શાહની જાહેરસભાને ગજાવશે. ત્યારબાદ કોડિનાર પહોંચીને સભા કરશે, તે પ્રસંગે મનસુખ માંડવિયા પણ હાજર રહેવાના છે. શાહ બપોરે 2.50 કલાકે ડીસામાં લોક સંપર્ક રોડ શૉ કરશે. ત્યારબાદ બપોરે 3.10 કલાકે ડીસામાં શાહની જાહેરસભા થશે. ડીસામાં યોજાનાર સભામાં જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત CM રૂપાણી પણ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે, તેઓ વિસાવદરમાં 10.30 વાગે એક જાહેર સભા ગજવશે, ત્યારબાદ કેશોદમાં સાંજે 4 કલાકે CMની સભા છે. ઉપલેટામાં પણ સીએમની સાંજે 5 વાગે સભા છે. ત્યારબાદ છેલ્લે પોરબંદરમાં સાંજે 7.45 કલાકે સભા કરશે.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી પણ સોમવારે લુણાવાડા જશે. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડના પ્રચાર અર્થે લુણાવાડા ખાતે સાંજે ઇન્દિરા મેદાન ખાતે 6 કલાકે જાહેર સભાને સંબોધશે.ચૂંટણી સભાઓ વચ્ચે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગરહવેલીની મુલાકાત લેશે. અહીં તેઓ બેઠકોની સમીક્ષા કરશે.પુરુષોત્તમ રૂપાલા પણ ઈડરના જાદર ખાતે જાહેર સભા સંબોધશે. રૂપાલા સવારે 10.30 વાગ્યે સભા યોજાશે. આ ઉપરાંત તેઓ સાબરકાંઠાજિલ્લાના બાયડ એપીએમસી ખાતે સાંજે પાંચ કલાકે જાહેર સભા સંબોધન કરશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.