કોટડા (ફો.) ગામના સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ નરાધમોને ૧૦ વર્ષની સખત કેદ

દીઓદર : દીઓદર પોલીસ મથક ખાતે તા.૯/૩/૧૬ના રોજ એક યુવતીએ ફરીયાદ આપેલ કે કોટડા ફો.ગામના દશરથભાઈ ચેલાભાઈ બુકોલીયા તથા તેમના મિત્ર વિક્રમ હરચંદ ચૌહાણ, પ્રકાશ પરખાભાઈ બુકોલીયા, દિનેશ હરચંદ ચૌહાણ એક સાથે આવી મને બળજબરી પૂર્વક રીક્ષામાં બેસાડી મારી સાથે ખરાબ કૃત્ય કરેલ છે તેવી ફરીયાદ આપતાં દીઓદર પોલીસે ચારે ઈસમો સામે દુષ્કર્મની ફરીયાદ નોંધી આરોપીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવેલ. જે કેસ આજરોજ દિયોદર સેસન્સ જજ જે.એન.ઠક્કર સમક્ષ ચાલી જતાં  જેમાં સરકારી વકીલ ડી.વી.ઠાકોર દ્વારા ધારાદાર દલીલો કરવામાં આવતાં કોર્ટે દલીલોને ધ્યાને રાખી ત્રણે આરોપીને ૧૦ વર્ષની સખત કેદ રૂ.૭પ૦૦/-નો દંડ આપતો ચુકાદો સંભળાવેલ. આ બાબતે સરકારી વકીલ ડી.વી.ઠાકોરે જણાવેલ કે આ કેસમાં કુલ ચાર ઈસમો સામે ફરીયાદ થઈ હતી. જેમાં પ્રકાશ બુકોલીયા મરણ પામેલ છે. જેમાં પુરાવાઓ આરોપી વિરૂધ્ધ હોવાથી ત્રણે આરોપીને કોર્ટે દોષીત ઠેરવી સજા આપી છે. આરોપીનું કૃત્ય સમાજ માટે કલંક રૂપ છે. જેથી આ સજા આપવામાં આવી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.