વાગડોદ ખાતે આઈ.ટી.આઈ. કોલેજમાં વિશ્વ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

 
પાટણ 
સરસ્વતી તાલુકાના વાગડોદ ગામ ખાતે આઇ.ટી.આઇ કોલેજમાં વિશ્વ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્રુત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ. જેમાં આઇ.ટી.આઇ ના ૧૫ વિધ્યાર્થીઓએ વક્રુત્વ સ્પર્ધામાં ભાગ લીધો. જેમાં ૧ થી ૩ નંબરે આવેલ વિધ્યાર્થીઓને કોલેજ બેગ તેમજ બાકીના ૧૨ સ્પર્ધકોને પ્રોત્સાહન કીટ આપેલ. આર.બી.એસ.કે મે.ઓ. ડો.ધ્રુવ જાની દ્વારા તમાકુના સેવનથી થતા નુકશાન અંગે ઉપસ્થિત વિધ્યાર્થીઓને ખુબજ સરળ ભાષામાં સમજ આપી હતી. આ સ્પર્ધામાં કોલેજના આચાર્યશ્રી, આર.બી.એસ.કે, મે.ઓ. ર્ડા.ધ્રુવભાઇ જાની, આર.બી. એસ.કે મે.ઓ., ર્ડા.કૃણાલભાઇ પીરૈયા, સરસ્વતી તાલુકા આરોગ્ય સુપરવાઝર કીર્તીભાઇ,  આઇ.ટી.આઇ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ, આરોગ્ય કર્મચારી તેમજ કોલેજના આશરે ૧૫૦  વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં કોલેજ પરિવારનો ખુબજ સારો સાથ-સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.