મહારાષ્ટ્રમાં છેવટે રાષ્ટ્રપતિ શાસન લાગૂ

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલી ખેંચતાણ બાદ મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. આગામી સરકારની રચના કરવાની Âસ્થતિમાં કોઇપણ ચિત્ર સ્પષ્ટપણે ઉભરીને સપાટી ઉપર ન આવતા આખરે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લોકોએ શિવસેનાને અનએ ભાજપને બહુમતિ આપીને સરકાર બનાવવાની તક આપી હતી પરંતુ મુખ્યમંત્રી પદના મુદ્દે ખેંચતાણ રહ્યા બાદ બંને પક્ષો અલગ થયા હતા અને શિવસેનાએ પોતે સરકાર રચવાના પ્રયાસો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ સરકાર રચવાના પ્રયાસો ન કરવાનો નિર્ણય કર્યા બાદ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવાના પ્રયાસો શિવસેનાએ જારી રાખ્યા હતા પરંતુ સફળતા ન મળતા આખરે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણને રાષ્ટ્રપતિએ આજે મોડેથી Âસ્વકારી લીધી હતી. આની સાથે જ રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ ગયું છે. હવે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના લોકો પાસેથી ફરીવાર મત માંગવાની જરૂર પડશે. સાથે સાથે આની મોટી કિંમત સામાન્ય લોકોને પણ ચુકવવી પડશે. કારણ કે, ચૂંટણી ખર્ચનો બોજ વધશે. ભારતીય જનતા પાર્ટીના લોકોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, શિવસેનાએ મતદારો દ્વારા આપવામાં આવેલા જનાદેશનો ભંગ કર્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.