રાધનપુર એસ.ટી ડેપોના કર્મચારી છત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા

રાધનપુર એસ.ટી.ડેપોમાં સાબરકાંઠા એ.સી.બી.ની ટીમ રવિવારે મોડી સાંજે સાત વાગે ત્રાટકી હતી અને સાબરકાંઠાના એક ડ્રાઈવરને ચાર મહિના નોકરી ઉપર હાજર રહ્યો ના હોઈને ફરીથી નોકરી ઉપર લેવા માટે ડ્યુટી લિસ્ટની કામગીરી સાંભળતા વર્ગ-4 ના કર્મચારીએ પચાસ હજાર રૂપિયાની માંગણી કરી હતી,જેમાંથી છત્રીસ હજાર રૃપીર આપતા રંગેહાથ ઝડપી લીધા હતા,જેમાં એસ.ટી.સ્ટેન્ડમાં કામ કરતા એક અન્ય કર્મચારીની પણ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા હતા.
 
સાબરકાંઠા જિલ્લાના એક ડ્રાઈવર રાધનપુર એસ.ટી.ડેપોમાં ફરજ બજાવતા હતા,જેઓ ચારથી પાંચ મહિનાથી નોકરી ઉપર આવતા નહોતા,જેથી એસ.ટી.દ્વારા તેમને નોટિસ આપવામાં આવતા તેઓ રાધનપુર આવ્યા હતા,અને ફરજ ઉપર ફરીથી હાજર થવા માટે રજુઆત કરતા ડ્રાઈવર-કંડક્ટરની ફરજોનું સંચાલન કરતા વર્ગ-4 ના કર્મચારી જયસ્વાલ ધનવંતકુમાર  અરવીંદભાઇએ ફરજ ઉપર હાજર કરવાના તેમની પાસે પચાસ હાજર રૂપિયા માંગ્યા હતા,જેથી ડ્રાઈવરે સાબરકાંઠા એ.સી.બી.વિભાગનો સંપર્ક કરતા એ.સી.બી.ના ઇન્ચાર્જ મદદનીશ નિયામક જી.વી. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સી.ડી. વણજારા,પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.ચૌધરીએ તેમની ટીમ સાથે રવિવારે રાત્રે રાધનપુર એસ.ટી.ડેપોમાં ત્રાટકીને રૂ.36 હજારની લાંચ લેતા જયસ્વાલ ધનવંતકુમાર  અરવીંદભાઇ અને જોષી મનોજકુમાર રામેશ્વરભાઇ (પ્રજાજન) રહે.મુડેઠા તા. ડીસા જી. બનાસકાંઠાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બિનસત્તાવાર જાણકારી મુજબ એ.સી.બી.દ્વારા અન્ય બે ઈસમોને પણ અટક કરીને લઇ જવામાં આવ્યા છે,જેઓ આ લંચના પૈસા આપવામાં સંડોવાયેલા હોવાનું ચર્ચાય છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.