અલ્પેશ ઠાકોરે અને શંકરભાઈ ચૌધરીએ હાથ મિલાવ્યા

-ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના દિગગજ નેતા શંકરભાઇ ચૌધરી અને કોંગ્રેસ ના ધારાસભ્ય અને ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરે હાથ મિલાવ્યા...
 
-ભાભર તાલુકાના પાલડી ગામના પાટિયા પાસે પહોંચેલી એકતા યાત્રા સમયે પૂર્વ રાજયમંત્રી શંકરભાઇ ચૌધરી ત્યાં પહોંચી કાર માંથી ઉતરી સામે ચાલી અલ્પેશ ઠાકોર ને હરખ થી મળ્યા..
 
-બન્ને એકબીજા સાથે ઉમળકાભેર આનંદ ખુશી થી મળતા છેલ્લા કેટલાય સમયથી ચાલતી રાજકીય અટકળો ને જાણે પુષ્ટિ મળી ગઈ..શંકરભાઇ સાથેની મુલાકાત દરમ્યાન અલ્પેશ ઠાકોર ખિલખિલાટ નજરે પડે છે..
 
-છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર શંકરભાઇ ચૌધરી સાથે અંદરખાને સારા સંબંધો ધરાવતા હોવાની ચર્ચા થતી હતી.
 
-પૂર્વ રાજયમંત્રી શંકરભાઇ ચૌધરીની કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથેની સામે ચાલી કરેલી મુલાકાતથી રાજકીય અટકળો તેજ..
 
- ભાજપ સાથે આંતરિક જોડાણ ની ચર્ચાઓને લઈ સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી કોઈ ને કોઈ મુદ્દે બોલતા અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાય સમયથી વિરુદ્ધ બોલતા નથી..કદાચ ભાજપ સાથે શરતી જોડાણ કરશે,તેને લઈ રાજકીય ગરમાવો ...
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.