સુરતમાં બોગસ ચલણી નોટો સાથે સાધુની ધરપકડ, મશીન જપ્ત

ગળતેશ્વર પાસે આવેલા અંબાવ સુખીની મુવાડીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી. આ રેડ બાદ પોલીસે રાધા રમણસ્વામીની નોટો છાપવાના મશીન સાથે ધરપકડ કરી છે. ત્યાર બાદ સાધુને સુરત લઈ જવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે રાધરમણ, પ્રતીક દિલીપ ચોડવાડીયા,કાળુ ચોપરા,મોહન માધવ વાધુરડે અને પ્રવિણ જેરામ ચોપરા સહિત પાંચની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ.2000ના દરની કુલ 5013 નકલી ચલણી નોટો મળી આવી છે. જેની કિંમત 1 કરોડ 26 હજાર રૂપિયા જેટલી છે. પ્રાથમિક પૂછપરછમાં પ્રસાદના બોક્સમાં નકલી નોટો મોકલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
 
આ નોટો અંબાવમાં બની રહેલા સ્વામિનારાયણ મંદિરના આશ્રમના પરિસરમાં આવેલા રૂમમાં છાપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ આશ્રમના રૂમમાંથી રૂ.2000ની કિમંતની 2500 નકલી નોટો મળી છે. જેની કિંમત રૂ.50 લાખ છે.
 
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું અંબાવના સ્વામિ.મંદિરના રાધારમણસ્વામી સહિત પાંચની નકલી ચલણી નોટો છાપવા મામલે ધરપકડ, પ્રસાદના બોક્સમાં નકલી નોટો મોકલાતીહતું કે, નકલી નોટને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત રાત્રે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં અન્યના નામો સામે આવ્યા હતા. જેમાં ખેડા જિલ્લા અંબાવ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના રાધારમણ સ્વામીનું નામ પણ સામે આવ્યું હતું. જેથી વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
 
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી મુજબ, સુરતમાં નકલી નોટ પકડવાના મુદ્દે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત રાત્રે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં ખેડાના અંબાવ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું નામ ખુલ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો દ્વારા આજે સ્વામિનારાયણ મંદિરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને રાધારમણ સ્વામીની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યા હતા.
 
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપીએ વધુમાં કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રતીક દિલીપ ચોડવાડીયાને 4.06 લાખની કિંમતની 2 હજારના દરની 203 નકલી નોટ નોટ સાથે સરથાણામાંથી પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછમાં અન્ય નામો સામે આવ્યા હતા. જેમાં કાળુ ચોપરાની રૂ. 15 લાખની કિંમતની 2 હજારના દરની 750 નકલી નોટ, મોહન માધવ વાધુરડેની રૂ.12 લાખની કિંમતની 2 હજારના દરની 600 નકલી નોટ અને પ્રવિણ જેરામ ચોપરાની 19 લાખ 20 રૂપિયાની કિંમતની 2 હજારના દરની 960 નકલી નોટ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાધારમણ સ્વામીની રૂ. 50 લાખની કિંમતની 2 હજારના દરની 2500 નકલી નોટ સાથે ધરપકડ થઈ છે. પ્રવિણ અગાઉ અમરોલીમાં નકલી નોટના કેસમાં ઝડપાયેલો છે. પ્રવિણનો ગુનાહિત ઇતિહાસ છે અને સ્વામીઓ સંડોવાયેલા છે એ પ્રથમવાર સામે આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.