મહેસાણાના ખારા ગામની સીમમાંથી ૪ જુગારીયા ઝડપાયા

 
                   મહેસાણાના ખારા ગામની સીમમાં ધમધમતા જુગાર ધામ પર સાંથલ પોલીસની ટીમે ઓચિંતી રેડ કરી રૂ. પર૯ર૦ના મુદામાલ અને જુગાર રમવાના સાહિત્ય સાથે ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ખારા ગામની સીમમાં માંકણજ તરફ જવાના રસ્તે ચૌધરી શિવરામભાઈના ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પીએસઆઈ એમ.આર. રાઠોડ અને પોલીસ સ્ટાફે જુગાર ધામ પર રેડ કરી હતી અને જુગાર રમી રહેલા શિવરામ શામજીભાઈ ચૌધરી, ગૌરીશંકર ઉર્ફે ગૌરાંગ મફતલાલ દવે, બળવંતસિંહ ઉર્ફે ચાકો દિવસિંહ અને દશરથ શંકરભાઈ ચૌધરી (રહે.ખારા) ઝડપાયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.