મહેસાણા એરોડ્રામમાં હરાજીના પ્લેન માટે એકપણ એજન્સી ના આવતા હરાજીનો ફિયાસ્કો

મહેસાણા: મહેસાણા એરોડ્રામમાં ટ્રીપલ એ કંપનીએ બાકી વેરા પેટે રૂ. 5.62 કરોડ ભરપાઇ નહીં કરતાં સીલ ચાર પ્લેન સહિત મિલકતની નગરપાલિકા દ્વારા શુક્રવારે યોજાયેલી હરાજીમાં એકપણ બિડર્સ (એજન્સી) નહીં ફરકતાં ફિયાસ્કો થયો હતો. હવે પાલિકા નવી તારીખ બિડર્સને આપી ફરી પ્રયાસ કરશે.
 
એરોડ્રામમાં સવારે 11 વાગ્યે પ્રમુખ ઘનશ્યામ સોલંકી, ઉપપ્રમુખ પુરીબેન પટેલ, ચીફ ઓફિસર જીગર પટેલ સહિતની ટીમ ચાર પ્લેન, ફોર્સ ટ્રાવેલર ગાડી, એરક્રાફ્ટ હેંગર, ઓફિસ ફર્નિચર સહિતની મિલકતની હરાજી કરવા ગોઠવાઇ હતી. જોકે, એડવાન્સ રૂ.16.56 લાખ ડિપોઝિટ જમા કરાનાર બ્લયુ રે, રીયા હોન્ડાઇ તેમજ બ્લયુ થ્રોટ આ ત્રણ પૈકી એકપણ કંપનીના પ્રતિનિધિ હરાજી સ્થળે આવ્યા ન હતા. દશેક મિનિટ બાદ હરાજી મુલત્વી જાહેર કરાઇ હતી. આ ત્રણ એજન્સીઓ પૈકી હાલ બ્લયુ રે કંપનીના પ્લેન તો એરોડ્રામમાં ઉડ્ડયન કરી રહ્યા હોવા છતાં હરાજી વખતે ડોકાઇ નહોતી. શાસકપક્ષના સદસ્ય જયદિપસિંહ ડાભીએ કહ્યું કે, વેરો ભરતા નથી તો પછી રનવેની બંને સાઇડ માટી પાથરીને ઉડ્ડયન બંધ કરાવી દેવું જોઇએ.
 
અત્રે શાસક કોંગ્રેસ પક્ષના સદસ્યો અમીત પટેલ, હિરેન મકવાણા, મહેશ પટેલ, સંજય બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત હતા. પાલિકા તરફથી શુક્રવારે હરાજી પ્રક્રિયા અંગે જાણ ન કરાયાનો કેટલાક સભ્યોમાં કચવાટ પ્રસર્યો હતો.
 
પાલિકાએ ગત વર્ષનું ટ્રીપલ એ કંપની અને હાલ કાર્યરત બ્લુ રેનું સંયુક્ત વેરા બિલ કાઢ્યું છે. જેમાં એક વર્ષનો રૂ. 50 લાખથી વધુ વેરો બાકી છે, જે હજુ ભરપાઇ થયો નથી.
 
પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, પાલિકાના બાકી લ્હેણાં માટે ટ્રીપલ એ કંપનીની મિલકતોની હરાજી હતી. જેમાં ત્રણ બીડ આવી હતી, પરંતુ આજે સ્થળ પર કોઇ ન આવતાં હરાજી મુલત્વી રાખી છે, હવે બિડર્સને ફરી જાણ કરી નિયમ અનુસાર કરાશે.
 
નાના મિલકતદારોનો વેરો બાકી હોય તો મિલકત સીલ, પાણીના જોડાણ કાપી નંખાય છે તો અહીં ટ્રીપલ એ કંપનીએ 5.62 કરોડ વેરો ભર્યો નથી, નવી બ્લ્યુ રે કંપનીને પણ વેરા બિલ નોટિસ આપેલી છે નહીં ભરે તો સીલ કરાશે તેમ સદસ્ય જયદિપસિંહ ડાભીએ જણાવ્યું હતું.
એરોડ્રોમમાં પડેલા ચારેય એરક્રાફ્ટ પર ધૂળના થર જામ્યા છે, એકના ટાયરમાં હવા પણ નહોતી, એક ડમેજ હાલતમાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.