ધારપુર મેડીકલ હોસ્પીટલમાં ન‹સગ સ્ટાફ જીવના જોખમે ફરજ બજાવે છે

પાટણના ધારપુર ખાતે આવેલ મેડીકલ કોલેનની હોસ્પીટલમાં સ્વાઇન ફલૂ ના દર્દીઓ માટે અલગ આઇ સોલેશન વોર્ડ બનાવવામાં આવેલ છે જેમાં હાલમાં ૧૩ દર્દીઓ વિના મુલ્યે સારવાર હેઠળ છે. પરંતુ તેમની સારવાર કરનાર સ્ટાફને  કોઇપણ જાતનું વેક્સીન આપવામાં આવતુ ન હોવાથી તેમને પણ સ્વાઇન ફલૂ થવાની સંભાવના હોવા છતાં તેઓ પોતાની ફરજ જીવના જોખમે નિભાવી રહ્યા છે. અને તેમને આપવા માટે હોસ્પીટલમાંજ વેક્સીન નથી. ઠંડીના પ્રમાણની સાથોસાથ રાજ્યમાં સ્વાઇન ફ્‌લૂનો પ્રકોપ વધી રહ્યો છે. ૧લી જાન્યુઆરીથી આજ સુધીના માત્ર ૫૫ દિવસમાં સ્વાઇન ફ્‌લૂના ખપ્પરમાં ૭૦ થી વધારે જિંદગી હોમાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે, રાજ્ય સરકારે ‘સ્વાઇન ફ્‌લૂ’નું નામકરણ ‘સિઝનલ ફ્‌લૂ’ કરી દીધું છે. વાત કરવામાં આવે ધારપુર ખાતે આવેલ જીએમ ઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તો આ હોસ્પીટલમાં સ્વાઇન ફલૂના દર્દીઓ માટે અલગ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાલમાં આ આઇસોલેશન વોર્ડમાં ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં ના ૮ કેશ પોઝેટીવ છે. અને આ દર્દીઓની સારવાર માટે સ્ટાફ પણ ખડેપગે તૈનાત છે. પરંતુ આ સ્ટાફ પોતાના જીવના જોખમે ફરજ બનાવી રહ્યો છે. સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં અવે છે પરંતુ તેને સાર્થક કરવામાં આવતી નથી. આ હોસ્પીટલના સ્ટાફ માટે પણ સ્વાઇન ફલૂના વેકસીન નથી જેથી તેમના સ્ટાફ પણ વેક્સીન લીધા વગર ફરજ બજાવી રહ્યો છે. સવારથી સાંજ સુધીમાં ડોક્ટરો, ર્નસિંગ સ્ટાફ અને પટાવાળાઓ આ ફરજમાં હાજર રહે છે. અને તમામ સ્ટાફને ૧૫ ૧૫ દિવસની ડ્‌યુટી આ વોર્ડમાં આપવામાં આવે છે. આ લોકોના આરોગ્યનું ધ્યાન રાખનાર સ્ટાફના આરોગ્યનું ધ્યાન સરકાર ક્યારે રાખશે તે સમજાતુ નથી.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.