અપહરણના ગુન્હાના કામે આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

 
 
મોડાસા 
પોલીસ અધિક્ષક મયુર પાટીલ મોડાસા, જિ- અરવલ્લી તથા ઈન્ચાર્જ પો.અધિ.. એન.એમ. કણજરીયાએ અત્રેના અરવલ્લી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે સુચના અને માર્ગદર્શન આપેલ. 
જે અનુસંધાને પી.ડી.દરજી પો.ઈન્સ.પો.સ્ટે.નાઓને બાતમી હકીકત મળેલ કે મોડાસા રૂરલ ફસ્ટ ગુ.ર.નં. ૬૭/ ર૦૧૦ ઈ.પી.કો. ક. ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબના ગુન્હાના કામનો આરોપી કિશનભાઈ જવાનસિંહ પરમાર રહે.માળી તા. હિંમતનગર જિ.સાબર કાંઠાવાળો મોડાસા ખાતે આવવાનો છે. જે બાતમી હકીકત આધારે પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઈન્સપેક્ટર કે.ડી.બ્રહ્મભટ્ટ તથા અ.પો.કો. ખુમાનસિંહ ભાથીજી  તથા અ.પો.કો. પ્રવિણસિંહ જીવાભાઈએ સાથે મોડાસા શહેરમાં વોચમાં ગોઠવાયેલ. 
જે દરમિયાન બાતમી હકીકતવાળો આરોપી કિશનભાઈ જવાનસિંહ પરમાર રહે.માળી તા.હિંમતનગર જિ.સાબરકાંઠા વાળો મળી આવતાં અટક કરી આગળની જરૂરી કાર્યવાહી સારૂ સર્કલ પો.ઈન્સ. મોડાસાને સોંપેલ છે. 
આમ પેરોલ ફર્લો સ્કવાડ, મોડાસા જિ- અરવલ્લી દ્વારા અપહરણ કરી આઠ વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડવામાં સફળતા મળેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.