વાવ-થરાદ વિસ્તારમાં ભાજપને જંગી લીડ મળી : ‘રખેવાળ’ નું સર્વેક્ષણ ફરી એકવાર સચોટ પુરવાર

વાવ : વાવ રાજકીય નાડ પારખવામાં અમારા વાવ ખાતેના પ્રતિનિધિનું સર્વે આજદિન સુધી સચોટ સાબીત થયું છે. બ.કા લોકસભા ર૦૧૯ ની ચુંટણીના પરિણામની પૂર્વ સંધ્યાએ અમારા વાવ ખાતેના પ્રતિનિધિએ વાવ વિધાનસભા બેઠકના વાવ-સૂઈગામ-ભાભર વિસ્તારના ગામોનું સર્વે કરી જણાવ્યું હતું કે વાવ-થરાદ- બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને ૬૦,૦૦૦ થી વધૂ મતોની લીડ મળશે જ્યારે સટોડીયાના સાદમાં કમળનો નાદ મોખરે છે. ત્યારે ગતરોજ લોકસભા ર૦૧૯નું ચુંટણી પરિણામ જાહેર થતાં પરબતભાઈ પટેલનો ર,૧૪,૧૬૬ મતોની લીડ થી ભવ્ય વિજય થયો છે. જેમાં વાવ-થરાદ બેઠક ઉપર ૬૦,૦૦૦ થી વધુ મોટી લીડ મળી છે. તેથી ફરી એકવાર ‘રખેવાળ’ નું સર્વે સચોટ સાબીત થયું છે. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલનો વિજય થતાં વાવ - થરાદ વિસ્તારના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી વિજયનો જશ્ન મનાવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.