યુવાનને માર મારવાના મામલે બજારોમાં સ્વયંભૂ બંધ ઃ પોલીસ કાફલો ખડકી દેવાયો

મહેસાણા : મહેસાણાના હબટાઉન પાસે બુધવાર રાત્રીએ યુવતીના બર્થ ડે સેલિબ્રેશનમાં માથાકૂટ થઇ હતી. જેને લઇને કેટલાક અસામાજીક તત્વો દ્વારા ધવલ બ્રહ્મભટ્ટ નામના યુવાનને મૂઢ માર મારવામાં આવ્યો હતો. આ હુમલાની જાણ થતા જ અસમાજીક તત્વો સામે બ્રહ્મભટ્ટ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે ગત રોજ મહા આરતી બાદ આજે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા.
ધવલને મૂઢ માર મારવાના મામલે હિન્દૂ સંગઠન સામે આવ્યું છે. મહેસાણાના મુખ્ય તોરણવાડી બજાર સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. તો બીજી તરફ શાળા-કોલેજમાં આજે રજા જેવો માહોલ જાવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે વાલીઓએ બાળકોને શાળાએ ના મોકલી વિરોધ દર્શાવ્યો છે. અનિચ્છનીય ઘટના ના બને તે માટે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મહેસાણાના પોલીસની ચાંપતી નજરમાં ૧ એસપી, ૨ ડીવાયએસપી, ૧૦ પીઆઇ, ૪૦ પીએસઆઇ, ૫૫૦ પોલીસ કોસ્ટબલ, ૧૦૦ મહિલા પોલીસ, ૧૦૦ હોમગાર્ડ અને ૧ એસઆરપી જવાનની કંપની જુદા જુદા વિસ્તરોમાં ખડે પગે રાખવામાં આવ્યા છે. મહેસાણા નગર પાલિકા દ્વારા વાટર બ્રાઉઝર પણ પોલીસે ખડે પગે રાખ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.