વીવીપેટ મુદ્દે ધમાસાણ ઃ સુપ્રિમની ફરી ‘ના’

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ચૂંટણી પરિણામને લઇને ચિંતાતુર અને પરેશાન થયેલા વિરોધ પક્ષોને આજે મોટો ફટકો  પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણી માટે ૨૩મી મેના દિવસે મતગણતરી દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે વીવીપેટના ૧૦૦ ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈના નેતૃત્વમાં વિસ્તૃત બેંચે આ મામલે પહેલાથી જ સુનાવણી કરી લીધી છે અને આદેશ પણ આપી દીધો છે. જÂસ્ટસ અરુણ મિશ્રા અને એમઆર શાહની બનેલી બેંચે આદેશ કર્યો હતો. સાથે સાથે ચેન્નાઈ Âસ્થત ઓર્ગેનાઇઝેશન ટેક-૪ ઓલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. બેંચે કહ્યું હતું કે, સીજેઆઈ આ મામલામાં સુનાવણી ચલાવી શકે છે. આવી Âસ્થતિમાં બે જજની વેકેશન બેંચ સમક્ષ શા માટે સુનાવણીની તક લેવામાં આવી રહી છે. અમે તાકિદની સુનાવણી માટે આવા કોઇ કેસને હાથ ધરીશું. સીજેઆઈના આદેશને ઉપર જઇને કોઇ નિર્ણય લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલાની તાકિદની સુનાવણી માટે માત્ર ઇન્કાર જ કર્યો નથી બલ્કે અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.