અંબાજીના કુંભારિયાની પજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં કલંકિત ઘટના : શિક્ષકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

  અંબાજીના કુંભારિયા વિસ્તારમાં આવેલ નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ, અંબાજી સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોના શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળામાં ધોરણ 9 (નવ)માં અભ્યાસ કરતી એક સગીરા ઉપર શિક્ષકો દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતમાં ખળભળાટ સાથે સમગ્ર કિસ્સો ટોકઓફ ટાઉન બન્યો છે.જોકે, હાલમાં દિવાળી વેકેશન હોવાથી શાળાને તાળા લાગેલા છે પણ ગત માસમાં બે શિક્ષકો દ્વારા સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારાતા સગીરાએ આ ઘટનાની જાણ પોતાના વાલીને કરી હતી.અંબાજી પોલીસે આ ઘટનાને લઈ બે શિક્ષકો જ્યંતીભાઈ વીરચંદ ઠાકોર તથા ચમનલાલ મૂળાજી ઠાકોર ઉપર દુષ્કર્મ સહીત પોસ્કો એક્ટ હેડળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.જોકે આ બંને આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી જતા લાપતા બન્યા છે.એટલુંજ નહીં આ પજ્ઞાચક્ષુ શૈક્ષણિક સંસ્થાના કચરાના ઢગમાં કોન્ડોમના ખાલી રેપર પણ મળી આવતા સંસ્થાને લઈ તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.