ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામમાં થયેલ કામોની સમીક્ષા કરતા સાંસદ ર્ડા.કિરીટભાઇ સોલંકી

પાટણ  ભારત સરકારના પાર્લામેન્ટ વેલ્ફેર ઓફ એસ.સી./એસ.ટી. કમીટીના ચેરમેન અને સાંસદ ર્ડા.કિરીટભાઇ સોલંકીએ ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામને સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ દત્તક લીધેલ છે. કંબોઇ ગામનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સરકારના જુદા જુદા વિભાગો દ્વારા કંબોઇ ગામે ખુટતી સુવિધા અને વ્યવસ્થા સંદર્ભે કામો હાથ ધરવામાં આવેલ છે. સર્કીટ હાઉસ, પાટણ ખાતે પાર્લામેન્ટ વેલ્ફેર ઓફ એસ.સી./એસ.ટી. કમીટીના ચેરમેન અને સાંસદશ્રી કિરીટભાઇ સોલંકીએ સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ દત્તક લીધેલ ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામે હાથ ધરેલ કામો પૈકી પુર્ણ થયેલ કામો અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી.  સાંસદ  ર્ડા.કિરીટભાઇ સોલંકીએ વીર મેઘમાયા સ્મારકની મુલાકાત લઇ ચાલતા કામોની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, વીર મેઘમાયા દેવ સ્મારકના વિકાસ માટે રૂ.૬.૭૦ કરોડની રકમની ફાળવણી કરવામાં આવનાર છે. હેરીટેજ વીરમાયા સ્મારક અને રાણકી વાવ ખુબ જ પ્રચલિત બનશે. બધા વર્ગોના લોકો ભેગા થઇ વીરમાયાને ઉત્સવ તરીકે ઉજવવા અનુરોધ કર્યો હતો. પાટણ-ભીલડી રેલ્વે લાઇનની ચાલતી કામગીરીનું નીરીક્ષણ કરતાં સાંસદશ્રીએ જણાવ્યું કે, પાટણ-ભીલડી રેલ્વેલાઇનનું કામ પુર્ણ થવામાં છે. ટુંક સમયમાં પાટણ-ભીલડી રેલ્વેલાઇન ચાલુ થશે, જેનાથી પાટણ જિલ્લાના વિકાસમાં ઝડપ આવશે. પ્રવાસીઓનો વધારો થવાથી રોજગારમાં પણ વધારો થશે. જિલ્લાના વિકાસનું હબ બનશે.
બેઠકમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દિનેશભાઇ પરમાર, પ્રાંત અધિકારી  ડી.બી.ટાંક, સબંધિત અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ  મહેન્દ્રભાઇ પટેલ, વીરમાયા સ્મારકના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.