હારીજ તાલુકાના જશોમાવ પાટિયા નજીક બસની ટક્કરે બે યુવાનોના ઘટનાસ્થળે મોત

 
 
પ્રતિ. હારીજ
રણાવાડાનો અને ઉણનો યુવાન ગોઝારિયા મજૂરી અર્થે રહેતા હતાં સવારે બાઇક પર પોતાના ગામોમાં જઇ પરત ફરતા ઓવરટ્રેક કરાતા બસે અથડાયા સમી તાલુકાના રણાવાડાનો અને થરા ઉણનો યુવાન ગોઝારિયા મજૂરી અર્થે રહેતા હતાં સવારે બાઇક પર પોતાના ગામોમાં જઇ પરત ફરતા જષોમાવના પાટિયા નજીક  ઓવરટ્રેક કરાતા હારીજ તરફ આવતી બસે ટકરાતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
સમી તાલુકાના રણાવાડા ગામનાં સંજયભાઈ વિરમ્ભાઈ રાવળ ૨૧ અને થરા તાલુકાના ઊણ ગામનો ઠાકોર ઈશાભાઇ લાલાભાઇ ૩૪ બન્ને યુવાનો પરિવાર સાથે ગોઝારીયા ખાતે મજૂરી કામ અર્થે રહેતાં હતાં જે સવારે પોતાનુ બાઇક ફેશન પ્રો નંબર જઇ.જે.૦૨ બી.એન. ૩૯૬૭ લઇ પોતાના ગામે રવિવારના રોજ સવારે નીકળ્યાં હતાં.જે સાંજના સુમારે ૭ કલાકે જશોમાવ પાટિયા પાસે ઓવરટ્રેક કરવા જતા સામેથી આવતી એસ.ટી.બસ પ્રાંતિજ શંખેશ્વર નંબર જઇ.જે.૧૮ વાય ૫૯૦૩ સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે પ્રાણપંખેરૂ ઊડી ગયુ હતુ. જશોમાવ સ્ટેશનેથી લોકો દોડી આવી હારીજ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.૧૦૮નાં ઇ.એમ.ટી. કિરણબેન પટેલ આવી પહોચી તપાસ કરાતા મૃત થયેલા જણાવ્યું હતુ.હારીજ પોકીસ ઘટના સ્થળે આવી હારીજ રેફરલમા પી.એમ અર્થે લઈ જવા તજવીજ હાથ ધરી હતી. મૃતકોના પાસેથી મોબાઇલ મળતાં તેમના સ્વજનોને ફોન દ્રારા પૂછપરછ હાથ ધરાતા ઓળખ થઈ હતી અને કુટુંબીજનો ગોઝારીયાથી દોડી આવ્યા હતાં.ભારત વિકાસ પરિષદની શબવાહિની મારફતે હારીજ રેફરલમાં પી.એમ અર્થે લઈ જવામાં આવ્યા હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.