ભીલડી સહકારી મંડળીના જુના સંચાલક મંડળે ખોટી રીતે ચૂંટણી કરાવી હોવાનો આક્ષેપ

ભીલડી  : ડીસા તાલુકાના ભીલડી સ્થિત આવેલ ભીલડી નાગરિક શરાફી સહકારી મંડળીની ચૂંટણી જુના સંચાલક મંડળે કસ્ટોડીયનને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે કરેલ ચૂંટણી માન્ય રાખવા તેમજ કસ્ટોડીયનને દુર કરવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ તેઓએ કરેલી ચૂંટણી નિયમ મુજબ ન હોઇ જીલ્લા રજિસ્ટ્રાર દ્વારા તત્કાલીન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલ ચૂંટણી રદ કરી હતી. 
ડીસા તાલુકાના ભીલડી ગામે આવેલ ધી ભીલડી નાગરીક શરાફી સહકારી મંડળી લી. ની ચૂંટણી ગત તા. ૮ જૂન ૨૦૧૪ ના રોજ યોજાઇ હતી. જે ચૂંટણીની મુદત ત્રણ વર્ષની હતી  પરંતુ તાત્કાલીન સંચાલક મંડળના કેટલાક મળતીયાઓ દ્વારા સરકારના નિયમનો સરેઆમ ભંગ કરી ત્રણ વર્ષની જગ્યાએ સતત પાંચ વર્ષ સુધી મનસ્વી રીતે ચૂંટણી વગર વહીવટ કરી મંડળીને કરોડો રૂપિયાનનું આર્થિક નુકસાન પહોંચાડવામા આવતું હોવાનું સભાસદો ના ધ્યાને આવતાં મંડળીના સભાસદોએ ગત તા. ૨૭ મે ૨૦૧૯ ના રોજ જીલ્લા રજીસ્ટારને લેખિત રજૂઆત કરતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન તત્કાલીન સંચાલક મંડળની મુદત પૂર્ણ થઇ હોવા છતાં મનસ્વી રીતે વહીવટ કરતાં હોવાનું બહાર આવ્યું હતું.  જેથી જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા કસ્ટોડિયનની નિમણૂક કરાતાં કસ્ટોડીયને એક તરફી ચાર્જ સંભાળી લીધો હતો પરંતુ તેઓને વિશ્વાસમાં લીધા વગર બારોબાર ચૂંટણી કરી દેતા ઉહાપોહ મચી જવા પામ્યો હતો.  
તત્કાલીન ચેરમેને કસ્ટોડીયનને દુર કરવા તેમજ પોતાની ચૂંટણી માન્ય રાખવા હાઇકોર્ટનો સહારો લીધો હતો પરંતુ હાઇકોર્ટ દ્વારા જીલ્લા રજીસ્ટારને સત્તા આપી નિયમ મુજબ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જેથી તેઓએ કસ્ટોડીયનને ચાલુ રાખ્યા હતા અને તત્કાલીન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલ ચૂંટણી સુસંગત અને નિયમ મુજબ ન હોઇ રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ કસ્ટોડીયન દ્વારા ચૂંટણી અધિકારી તરીકે મેનેજર ની નિમણૂંક કરી કાયદા મુજબ જ ચૂંટણી પૂર્ણ કરવામાં આવી હતી અને નવિન ચૂટાયેલ કમિટી ને ગત તા. ૧૫ ઓકટોબર ના રોજ ચાર્જ સોપવામા આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવિન સંચાલક મંડળ ન્યાયિક તપાસ કરશે તો જુના અનેક કૌભાંડ બહાર આવવાની બીકે હાલથી જ ભયભીત અને રઘવાયા બનેલા સત્તા લાલચુઓ અધિકારીઓ સામે કાદવ ઉછાળી રહ્યાં છે. આ અંગે મંડળીના મેનેજર અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મંડળીની ચૂંટણી કસ્ટોડીયનની દેખરેખ હેઠળ અને સરકારના નિયમો મુજબ જ કરવામાં આવી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.