સિદ્ધપુરના અહમદ અબ્બાસનું અદભુત ચિત્રાંકન, રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં નેશનલ એવોર્ડ

રંગસંગ ઓલ ઇન્ડિયા ઓનલાઇન આર્ટ કોન્ટેસ્ટ દ્વારા પ્રતિ વર્ષ-2019 ઓનલાઇન આર્ટ કોમ્પિટિશનનું આયોજન કરાય છે.આ વખતે રોહિતકુમાર અને ભરતકુમાર દ્વારા જલંધર સિટી પંજાબ ખાતે તા.16 જૂન 2019ના રોજ કોમ્પિટિશન યોજાઈ હતી. 
 
ભારતભરમાંથી 156 ચિત્રકારોએ સુંદર કલાકૃતિઓ મોકલી હતી.જેમાં પ્રથમ ત્રણ નંબર આવનાર ચિત્રકારોને રોકડ પુરષ્કાર અને પ્રમાણપત્ર સાથે સન્માન કરવામાં આવ્યુ હતું.ઓનલાઇન આર્ટ કોમ્પિટિશનમાં સિદ્ધપુરના નૂર આર્ટથી જાણીતા ચિત્રકાર અહમદ અબ્બાસ આઈ.બાલવાને ઓલ ઇન્ડિયામાં ત્રીજા ક્રમે સ્થાન મળેલ છે. જેઓનું પેઇન્ટિંગ ગુજરાતનું સ્થાપત્ય એવું 'સિદી સૈયદ જાળીનું પેઇન્ટિંગ હતું. રંગ સંગ દ્વારા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા છે તેઓ પ્રથમ નેશનલ એવોર્ડ મેળવતા ગૌરવ અનુભવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.