સાબરકાંઠા સસ્તા અનાજની દુકાનોમાં ટેમ્પો જથ્થો લઈ પહોંચે તે પહેલા રસ્તામાં અનાજની ચોરી :કાળા કારોબાર નો પર્દાફાશ

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં પુરવઠા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની રહેમ નજર હેઠળ સસ્તા અનાજના સંચાલકો ગરીબોની થાળીમાં પહોંચનાર અનાજ અને રાશનનું બારોબારીયું કરી ખિસ્સા ભરી ગરીબોને ભોજન થી વંચિત રાખવાનું સુનિયોજિત કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે સાબરકાંઠા જીલ્લામાં પુરવઠા તંત્રના ગોડાઉન માંથી ટેમ્પો મારફતે સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવાના જથ્થા માંથી બારોબાર અનાજની ચોરી થતી હોવાનો કૌભાંડનો જાગૃત નાગરિકોએ પર્દાફાશ કરતા ચકચાર મચી છે ટેમ્પો માં રહેલા સસ્તા અનાજના કોથળામાંથી પીવીસી પાઈપ થી કાઢતા ઝડપી પડતા જવાબતંત્ર બચાવની મુદ્રા માં આવી ગયું હતું 
 
સાબરકાંઠા જીલ્લામાં પુરવઠા વિભાગની રહેમ તળે સસ્તા અનાજની દુકાનોમાં મોકલવામાં આવતું અનાજ બે-નંબરમાં ફ્લોર મિલોમાં પગ કરી જાય છે ત્યારે હિમતનગરમાં આવી જ રીતે ચાલુ ગાડીએ અનાજની ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે સાબરકાંઠા
પુરવઠા તંત્રના ગોડાઉન માંથી અનાજનો જથ્થો ભરી નીકળેલા ટેમ્પાના હિંમતનગર-ગાંભોઇ રોડ પર પીવીસી પાઈપ કોથળામાં ઘુસાડી સસ્તા અનાજની બોરી માંથી જેવી રીતે નળમાંથી પાણીની ધારા શરુ થાય એ જ રીતે અનાજનાં કોથળાને નુકશાન પહોચાડ્યા વગર અંદરથી ઘઉં કાઢી લેવામાં આવે છે ગાડીમાં બેસેલા માણસો ૫૦ કિલોના એક-એક  કોથળામાંથી ૫ થી ૭ કિલો અનાજ કાઢી અન્ય વાહન મારફતે બારોબારીયું કરી ઓછા અનાજના કોથળા પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનોમાં પહોંચી જાય છે દુકાન દરો પણ ગોડાઉન માંથી આવેલ માલ ચેક કરતા નથી હોતા કેટલાક દુકાનદરો તો આખેઆખી બોરીનું જ બારોબારીયું કરી નાખતા હોવાથી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ નીતિ અખત્યાર કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી 
 
હિંમતનગર-ગાંભોઇ હાઈવે પર ટેમ્પામાં ભરેલા સસ્તા-અનાજ ના જથ્થા માંથી અનાજઃ કાઢી લેવાના કૌભાંડનો જાગૃત નાગરિકોએ પર્દાફાશ કરી કલેક્ટરને જાણ કરતા ટેમ્પોમાં ભરેલ અનાજના કોથળાનું વજન કરાવતા મોટા પ્રમાણમાં અનાજ ઓછું હોવાનું બહાર આવ્યું હતું
       
સાબરકાંઠા જીલ્લામાં અનાજનો આ કાળો કારોબાર જુનો નથી.ગરીબોના હક્કના અનાજનું બારોબારીયું થઇ જાય છે.અને પુરવઠા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ આવા લોકોની ઢાલ બનીને તેમના બચાવ માટે હરહમેશ ખડે પગે રહે છે.અને એટલે જ પોતાની જગ્યા ઉપર આ કર્મચારીઓ ૫-૫ વર્ષથી ચીટકેલા હોવા છતાં તેમની બદલી આજદિન સુધી કોઈ કરવી શક્યું નથી 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.