આધાર પુરાવા વગરના ઈલેકટ્રીક સામાન સાથે નવ ઈસમો ઝડપાયા

પોલીસે જુદા જુદા સાત વાહનોમાં રૂ.૩૪,પર,૯૯૮ ના મુદામાલ સાથે ઝડપ્યા
 
 
 
 
 
                 આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ હોય જેથી પોલીસ મહાનિરક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડા નાઓએ નાઓએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા.શ્રી નાઓને સુચના કરતાં  સાબરકાંઠા જીલ્લામાં તા. ૧૬/૦૩/૨૦૧૯ ના ક. ૨૨/૦૦ થી તા. ૧૭/૦૩/૨૦૧૯ ના ક. ૩/૦૦ સુધી કોમ્બીંગ નાઇટ રાખવામાં આવેલ જે દરમ્યાન એલ.સી.બી. સાબરકાંઠા ટીમ દ્રારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરવા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે " ખેડબ્રહ્મા વિસ્તારના કેટલાક ઇસમો બીલ તથા આધાર પુરાવા વગરનો ગેરકાયદેસર ઇલેકટ્રોનિક તથા ઘર વપરાશનો સામાન લાવી મીલેનિયમ માર્કેટીંગ એન્ડ મેનેજમેન્ટના નામે ગામડાના અશિક્ષીત અને ગરીબ માણસોને તે સામાન સસ્તા ભાવે આપવાની લાલચ આપી કૂપન રૂ.૨૧/-માં ખરીદી કૂપન સ્ક્રેચ કરેથી તેના ઉપર છાપેલ વસ્તુ માત્ર રૂ.૪૪૯૯/ માં વેચાણ આપવાની લાલચ આપી છેતરપીડી કરી ગેરકાયદેસર પ્રવ્રુત્તિ કરી રહેલ છે અને વાહનોમાં આ આધાર પુરાવા વગરનો સામાન ભરી રાજસ્થાન તરફ ખેરવા ચેક પોસ્ટ ઉપર થઇ જનાર છે"  જે માહીતી આધારે ખેડબ્રહ્મા તરફથી ખેરવા તરફ આવતા વાહનો ચેક કરવાનુ ચાલુ કરેલ.
 તે દરમ્યાન ખેડબ્રહમા તરફથી સાત ફોર વ્હિલ વાહનો આવતા તે વાહનો અટકાવી ચેક કરતા તેમાં બાતમી મુજબનો ઇલેકટ્રોનિક તથા ઘર વપરાશનો સામાન ભરેલ હોઇ વાહન ચાલકો તથા વાહનોમાં હાજર ઇસમો પાસે તેઓના કબ્જા ભોગવટાના વાહનોમાં સદર ઇલેકટ્રોનિક તથા ઘર વપરાશનો સામાન હોઇ તે સામાનના માલીકી/ખરીદી અંગેના આધાર પુરાવા માંગતા તે નહી હોવાનુ જણાતા સદર વાહનો તથા તેમાં સવાર ચાલક/બેસેલ ઇસમો તથા વાહનોમાં ભરેલ સામાન ટોર્ચ લાઇટ ના અજવાળે જોતા વાહન નંગ-૭ તથા તેમાંથી ઇલેકટ્રોનિક તથા ઘર વપરાશનો સામાન કુલ્લે કિ.રૂ. ૩૪,૫૨,૯૯૮/- નો મુદ્દામાલ આધાર પુરાવા વગરનો હોઇ અને તેઓ પાસે તેની માલીકી તેમજ ખરીદી અંગેના કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા સી.આર.પીસી કલમ- ૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી વાહનોમાં હાજર મળી આવેલ નવ ઇસમો (૧) વિજયકુમાર  પ્રકાશભાઇ લલ્લુદાસ રાવલ ખેડબ્રહ્મા (૨) શક્તિકુમાર ઇશ્વરભાઇ રામભાઇ વાઘેલા ખેડબ્રહ્મા (૩) ભરતકુમાર સ/ઓ બંસીલાલ છોગાજી પ્રજાપતિ ખેડબ્રહ્મા, , (૪) રમેશકુમાર  ચેલાજી અંજારજી વણઝારા, ખેડબ્રહ્મા (૫) મેહુલ  બાબુભાઇ ગલબાજી વણઝારા ખેડબ્રહ્મા(૬) ભરતભાઇ   ચંપકલાલ ગીગાજી પ્રજાપતી ખેડબ્રહ્મા (૭) ઇશ્વરકુમાર ભીરદારામ ખીયાજી પ્રજાપતી વાસ,  ખેડબ્રહ્મા (૮) પારસમલ  કચરાજી દાનાજી પ્રજાપતી,  ખેડબ્રહ્મા (૯) અક્ષયકુમાર   હસમુખભાઇ ગોપાલભાઇ તડવી, ખેડબ્રહ્મા વિરૂધ્ધ સી.આર. પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ કલાક ૨/૩૦ વાગે પકડી અટક કરી ખેડબ્રહ્મા પો.સ્ટે. સોંપે છે. આગળની વધુ તપાસ એલ.સી. બી. કરી રહેલ છે.      
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.