ઈડરના સાબલવાડમાં જૂથ અથડામણ બાદ 28ની અટકાયત

 
ઈડર તાલુકાના સાબલવાડ ગામે જૂથ અથડામણ બાદ ગામનો માહોલ ગભરાટમાં આવી ગયો છે. પોલીસે કોમ્બિગ કરી બે દિવસમાં કુલ 28ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પરિસ્થિતિ જોતા એક અઠવાડિયા સુધી પોલીસના ધામા રહેશે.
 
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસે કાર્યવાહી હાથ ધરી રવિવારે બંને જૂથના 18ની અટકાયત કરી હતી. આ પછી ફરીથી આજે સોમવારે ઠાકોર અને પટેલ જૂથના 10ની અટકાયત કરી છે. આથી ગામમાં સન્નાટો છવાઈ ગયા સાથે ઉચાટ બન્યો છે.ટકરાવ થવાની સંભાવના અને અફવાને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહિ તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સાથે 10 પોલીસ કર્મચારી આગામી 7 દિવસ 24 કલાક ગામમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, જૂથ અથડામણ થતાં સામાજીક સમરસતાને ગંભીર અસર પડી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.