ભીલડી નજીક પાલડી ગામના રેલવે નાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા

વડાવળ : ડીસા તાલુકાના ભીલડી સોની રોડ ઉપર પાટણ ભીલડી રેલવે લાઇનનું કામ પૂરું થઇ ગયેલ છે. જેમાં તમામ રસ્તાઓ ઉપર વાહનોની અવરજવર માટે રેલવે તંત્ર દ્વારા નાળાની સુવિધા કરવામાં આવી છે. જેમાં ભીલડી સોની રોડ ઉપર પાલડી નજીક જે નાળું મૂકવામાં આવેલુ છે તે નાળુ વધારે અંદર લીધેલ હોવાથી વરસાદી પાણી ભરાઈ જાય છે. અન્ડરબ્રિજમાં રાત્રિના સમયે પઙેલ વરસાદી પાણી ભરેલ ગયેલ હોવાથી પાલડી સોની રામવાસ જેવા ગામના વાહન ચાલકો અટવાઇ પડેલા છે.  જેમાં મુડેઠા કાચા રસ્તા ઉપરથી વાહન ચાલકોને વધારાના દસ બાર કિલોમીટર ફરીને આવવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. બીજી બાજુ વિધાર્થીઓ અને ૧૦૮ જેવા એમ્બુલન્સને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. જો કોઈ ડેલીવરી કે અન્ય દર્દીને પણ જીવ ગુમાવે તેવું દેખાઈ રહ્યું છે જેનો રેલવે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરી પાણી ન ભરાય તે માટે વ્યવસ્થા કરી આપવા પાલઙી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ છે. અગાઉ પણ કલેક્ટરને આવેદનપત્ર આપી જાણ કરી હોવા છતા કોઈ જ નિકાલ આવ્યો નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.