રાજકોટમાં છરીથી હુમલો થતાં યુવક લોહીયાળ હાલતમાં ઢળી પડ્યો હતો

રાજકોટ શહેરમાં માલવિયા પોલીસ સ્ટેશનની બાજુમાં જ ગત રાત્રીના પાનની દુકાને યુવક સાથે એક શખ્સે પૈસાના મુદ્દે ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી યુવકના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
 
મવડીના ઉદયનગર-1માં રહેતો પિન્ટુભા જામભા જાડેજા  સોમવારે રાત્રે માલવિયાનગર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી ડિલક્સ પાન નામની દુકાને ઉભો હતો ત્યારે દીકુ બાબુ લોહાણા નામનો શખ્સ ધસી આવ્યો હતો. પિન્ટુભા અને દીકુ લોહાણા વચ્ચે પૈસાના મુદ્દે બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાયેલા દીકુએ પોતાની પાસે રહેલી છરી પિન્ટુભા જાડેજાના પેટમાં ઝીંકી દીધી હતી. છરીથી હુમલો થતાં યુવક લોહીયાળ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેના આંતરડા બહાર નીકળી ગયા હતા.યુવક પર હુમલો કરનાર શખ્સે દેકારો મચાવતા પાનની 
તેમજ આસપાસની અન્ય દુકાનોના શટર ખેંચાવા લાગ્યા હતા અને લોકોમાં ભય પ્રસરી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન મનોહરસિંહ જાડેજા તેમજ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ચુડાસમાં સહિતની ટીમ પણ દોડી ગઇ હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, પિન્ટુભા જાડેજા બાઇક લઇને પાનની દુકાને સીગારેટ પીવા આવ્યો હતો ત્યાં દીકુ લોહાણા પણ પહોંચ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.