રાધનપુરના આરોગ્ય વિભાગે ગંદકી સંદર્ભે પાલિકાને નોટિસ ફટકારી

 
 
 
 
      રાધનપુર
રાધનપુરમાં ગટરના પાણી જાહેરમાં રસ્તાઓ ઉપર રેલાતા રોગચાળો  ફેલાવાની દહેશત હોવાથી આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર દવારા નગરપલિકાના ઓફિસરને નોટિસ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી  છે,પાલિકાના અણઘડ વહીવટને કારણે  શહેરના અનેક વિસ્તારોમાં ગટરો સાફ થતી ના હોવાથી ગટરના ગંદા પાણી જાહેર માર્ગો ઉપર રેલાતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી જાય છે,અને રોગચાળો ફાટી નીકળવાની દહેશતને કારણે લોકોની અવાર-નવાર રજૂઆતો છતાંય પાલિકાના સત્તાધીશોની  ખુલતી ના હોવાથી છેવટે આરોગ્ય વિભાગ દવારા નોટિસ ફટકારાતા હવે પાલિકાના સત્તાધીશો કંઈક પગલાં ભરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં શહેરમાં મીરાં દરવાજા ( રઘુનાથજી મંદિર)થી લઈને ગંજબજાર રોડ (કબ્રસ્તાન) સુધી વીસથી પચ્ચીસ દિવસથી જાહેર રોડ ઉપર ગટરનું ગંદુ પાણી નીકળે છે, અને આ ગંદુ પાણી નીકળ વાને કારણે રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.ગંદા પાણીને કારણે તે વિસ્તારમાં ભયંકર ગંદકી થવા પામી છે.જેના કારણે ભયંકર પાણીજન્ય રોગચાળો જેવા કે ઝાડા-ઉલ્ટી, કોલેરા, ટાઈફોઇડ, મરડો તેમજ ચામડીના રોગો થવાની શક્યતા રહેલી છે.જો આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહી આવે તો અને જો રોગચાળો ફાટશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે.આ ઉપરાંત આ વિસ્તારમાં ધાર્મિક સ્થળો જેવા કે મંદિર-મસ્જિદ આવેલા છે, અને અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોઈ શ્રદ્ધાળુઓને આવવા-જવામાં હાલાકી ભોગવવી પડે છે,અને ગટરના ગંદા પાણીમાંથી નીકળવું પડે છે.ગુજરાત સરકાર દવારા સ્વચ્છતા અભિયાન ચાલુ હોઈ તાત્કાલિક ધોરણે ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવા જણા વવામાં આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.