ત્રિનેત્રની બાજ નજરથી ગુનાખોરી ઘટશે ઃ રૂપાણી

 પાલનપુર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોની વધુ સારી સલામતી અને સુરક્ષાને વેગ આપતા સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને નાગરિકોને ઘેરબેઠાં પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ બનાવવા સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનો બનાસકાંઠાથી ૭ જિલ્લાઓમાં પ્રારંભ કરાવ્યો હતો. સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતને વધુ સુરક્ષિત અને સલામત બનાવવા સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ અમલી બનાવાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જાહેર સ્થળો ઉપર ઝીણવટભરી નજર રાખી શકાશે. તેમણે કહ્યું કે સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ ત્રિનેત્ર આપણી ઉપર નજર રાખી રહી છે તેવી વ્યવસ્થાથી &lt;span style=&quot;white-space: pre;&quot;&gt; &lt;/span&gt;&lt;/div&gt; &lt;div&gt; ગુનાઇત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા ગુનેગારોને પણ ઝડપથી પકડી શકાશે. તેમણે કહ્યું કે નજીકના સમયમાં જ રાજ્યભરમાં જાહેર સ્થળોને આ સિસ્ટમથી આવરી લેવાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા સહિત રાજ્યમાં બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ&amp;nbsp; સી.સી.ટી.વી. કેમેરા આધારિત સિસ્ટમનો શુભારંભ કરવામાં આવ્યો છે.&amp;nbsp;&lt;/div&gt; &lt;div&gt; આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જંગી જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, પ્રજાની સુખાકારી, સલામતી અને વિકાસ માટે આ સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબદ્ધ છે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટથી ટ્રાફિક વ્યવસ્થા ખુબ સારી રીતે જળવાશે. કારણ કે ટ્રાફિક નિયમોના જરાપણ ભંગ બદલ મેમો વાહનચાલકના ઘરે પહોંચી જશે. વારંવાર મેમો આપવા પડે તેવા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં લેવા સરકાર વિચારી રહી છે.&amp;nbsp;&amp;nbsp;&lt;/div&gt; &lt;div&gt; મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપથી નાગરિકોને પોલીસ દ્વારા ૧૪ સુવિધાઓનો લાભ અપાશે. જેમાં એફ.આઇ.આર.ની નકલ, સિનિયર સિટિઝનની માહિતી, ના-વાંધા પ્રમાણપત્ર અને વેરિફિકેશન સર્ટિફિકેટ, ખોવાયેલ અને ચોરાયેલ મિલ્કતની જાણ વગેરે જેવી પોલીસ કામગીરીને લગતી સુવિધાઓ નાગરિકો ઓનલાઇન સિસ્ટમથી ઘેરબેઠાં મેળવી શકશે.&lt;/div&gt; &lt;div&gt; મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ગુજરાત એટલે પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ અને નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત તરીકે ઓળખાય છે. ગુજરાતમાં દારૂની બદી દૂર કરવા, સાયબર ક્રાઇમ ઘટાડવા, ગૌહત્યા અટકાવવા અને ભ્રષ્ટાતચાર દૂર કરવા આ સરકાર પરિણામદાયી કામગીરી કરી રહી છે.&amp;nbsp;&lt;/div&gt; &lt;div&gt; મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજે શરૂ થયેલી સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ પ્રજા અને પોલીસ બંનેને બહુ ઉપયોગી નિવડશે. ઇઝરાઇલ અને અમેરિકા જેવા દેશો સાથે પરામર્શ કરી લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો સાથે આ સિસ્ટમનો શુભારંભ કરાયો છે એમ તેમણે ઉમેર્યુ હતું. ડી.જી.પી. શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યની જનતાની સલામતી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ બહુ ઉપયોગી નિવડશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે અમલી બનાવાયેલી&amp;nbsp; આ સર્વેલન્સ સિસ્ટમથી શહેરો તથા ધાર્મિક સ્થળોના વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખી શકાશે. ડી.જી.પી. શ્રી ઝા એ મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા જણાવ્યું કે આ પ્રોજેક્ટને અમે એક જવાબદારી તરીકે સ્વીકારી પ્રજાને શાંતિ અને સલામતિનો અનુભવ કરાવીશું.&lt;/div&gt; &lt;div&gt; આ પ્રસંગે કેન્દ્રીય ખાણ અને ખનિજ રાજ્ય મંત્રી હરિભાઇ ચૌધરી, સિંચાઇ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને હરજીવનભાઇ પટેલ, એ.ડી.જી.પી. વી. એમ. પારગી, સરહદી કચ્છ-ભૂજ રેન્જ આઇ.જી.પી.&amp;nbsp; ડી.બી.વાઘેલા, કલેકટર સંદીપ સાગલે, પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુલ સહિત ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો&amp;nbsp;&lt;/div&gt;</p>

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.