ઓલા-ઉબેરના ડ્રાઈવરે રાઈડનો ઈનકાર કર્યો તો 25 હજારનો થશે દંડ

નવી દિલ્હી: મોબાઇલ એપ દ્વારા ઘણી વાર તમે ટેક્સી બુક કરવાની રાહમાં રહેતા હો, પરંતુ એન્ડ ટાઇમે ડ્રાઇવર આવવાનો ઇન્કાર કરી દે છે. દિલ્હીમાં લોકોને ઘણી વાર આવી સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ દિલ્હી સરકાર તેનાથી બચવા માટે ટેક્સીઓને લઇને કડક નિયમો બનાવી રહી છે.

 

આ નિયમ હેઠળ કોઇ એપ બેઝ્ડ કેબ એગ્રિગેટરનો ડ્રાઇવર તમારા પિક પોઇન્ટ પર આવવાનો ઇન્કાર કરી દે તો તે સમયે ૨૫ હજાર રૂપિયા સુધીનો ફાઇન લાગી શકે છે.

 

આ પોલિસીમાં સર્જ પ્રાઇઝિંગ પર નિયંત્રણ કરવા અને સુરક્ષા માપદંડને મજબૂત કરવાનો પ્રસ્તાવ પણ છે. ડ્રાફ્ટ રૂલ્સ મુજબ જો કોઇ પેસેન્જર કેબમાં છેડતી કે ખોટા વ્યવહારની ફરિયાદ કરે છે તો એગ્રિગેટરે ડ્રાઇવર વિરુદ્ધ પોલીસમાં કેસ કરવો પડશે. એવું ન કરતાં કંપની પર એક લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

 

ટેક્સી સ્કીમ ૨૦૧૭ના ડ્રાફ્ટને સીડબ્લ્યુડી મિનિસ્ટર સતેન્દ્ર જૈનના નેતૃત્વવાળી પેનલે તૈયાર કરી છે. આ પેનલ ખૂબ જ જલદી આ નીતિને ફાઇનલ કરીને કેબિનેટને મંજૂરી માટે મોકલી શકે છે.

 

દિલ્હીના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીમાં હવે કેબ સર્વિસ ટ્રાન્સપોર્ટેશનનો મહત્ત્વનો આધાર બની છે અને હજારો યાત્રી એપ બેઝ્ડ એગ્રિગેટર્સ દ્વારા યાત્રા કરે છે. આ કેબ સર્વિસીઝને રેગ્યુલેટ કરવા માટે ખૂબ જ જલદી નિયમો નક્કી કરવાની જરૂર છે.

 

ઓલા-ઉબેરને લેવું પડશે દિલ્હી સરકાર પાસેથી લાઈસન્સ 
એક વખત નિયમો લાગુ થયા બાદ એપ બેઝ્ડ એગ્રિગેટરને દિલ્હીમાં ઓપરેશન માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ લેવું પડશે. તેમણે ૨૪x૭ કોલ સેન્ટર ચલાવવું પડશે અને પોતાની દરેક કેબમાં લાઇવ જીપીએસ ડેટા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના કંટ્રોલ સેન્ટરને સોંપવો પડશે.

 

એટલું જ નહીં ફેસ્ટિવલ સિઝન અને પિક અવર્સમાં પણ સર્જ પ્રાઇઝિંગ પર નિયંત્રણ રહેશે. એગ્રિગેટર્સને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નક્કી કરાયેલા મેક્સિમમ અને મિનીમમ ભાડાની પોલિસી ફોલો કરવી પડશે. ન કરનાર વ્યક્તિએ ૨૫ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.