રાધનપુર કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા ઉપર વ્યાખ્યાન યોજાયું

 
 
 
 
                    રાધનપુરમાં શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ શ્ કોમર્સ કોલેજમાં બુધવારે અંબા ઇન્ડસ્ટ્રીઝના દેવચંદભાઈ ઠક્કર,ગણેશ ઇન્ડસ્ટ્રીઝના અર્જુનભાઈ મહેશ્વરી, આઇનાઝ ઇન્ડસ્ટ્રીઝના સુરેશભાઈ ઠક્કર સહિતની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સાહસિકતા ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું,જેમાં વિદ્યાર્થીઓને નોકરીની સાથે ધંધા અને વ્યવસાય પ્રત્યે જાગૃકતા રહે તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,અને ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિઓએ પોતાના જીવનની સંઘર્ષગાથા રજુ કરીને વિદ્યાર્થીઓને જીવનમાં સફળ ઉધોગપતિ થવાની પ્રેરણા આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો.સી.એમ. ઠક્કરે મહેમાનોને આવકારી ને ઉદ્યોગ અંગે રસપ્રદ માહિતી આપી હતી. જયારે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરે પણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા.કાજલબેન શર્મા અને આભારવિધિ પ્રા.કે.સી. ઠક્કરે કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.