ડીસામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.૭૯,૯૭૦ની મત્તા ઉઠાવી ગયા

ડીસા : ડીસાના શ્યામ બગલોઝમાં આવેલ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તિજોરીમાં પડેલ રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ડીસાના શ્યામ બગલોઝમાં રહેતા ઉષાબેન માળી પોતાના માતા પિતાની ખબર અંતર પૂછવા ઘર બંધ કરીને દિયોદર તાલુકાના વખા ગામે ગયા હતા અને પતિ સુંધા માતા દર્શન કરવા ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી ઘરનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં પડેલ રોકડ રકમ રૂ.૨૭,૦૦૦ તથા સોનાની પેડલ તથા ડોકિયું રૂ ૫૨,૯૭૦ એમ કુલ રૂ ૭૯,૯૭૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.