મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસના ૧૬ અને વિશ્વાસ પેનલના ૧ ઉમેદવારની જીત

મહેસાણા : મહેસાણાની મહેસાણા અર્બન કો.ઓપ.બેંક લિમિટેડના ૧૭ બોર્ડ ઓફ ડિરેકટર્સની ૨૦૧૯થી ૨૦૨૪ના સમય માટે યોજાયેલી ચૂંટણી ભારે વિવાદાસ્પદ રહી હતી. ગતરોજ અર્બન બેંકના ૧૭ ડીરેકટરોની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ નવ-નવ કલાક સુધી ચાલેલી મધરાત સુધીની મત ગણતરી બાદ પણ અસંતુષ્ટ ઉમેદવારોએ આક્ષેપો ચાલુ રાખ્યા હતા. અને રીકાઉન્ટીગની માંગ સાથે મધરાતે બે વાગે ચૂંટણી અધિકારી પર જ આક્ષેપબાજી શરુ થઇ ગઈ હતી.
મહેસાણા અર્બન બેંક કો.ઓપ. બેંક લીમીટેડના ૧૭ બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી માટે ગતરોજ સવારે ૮થી સાંજે ૪ વાગ્યા સુધી થયેલ મતદાન બાદ મોડી રાત્રી સુધી મત ગણતરી પૂર્ણ કરાઈ હતી. અને રાત્રે ૧૨ કલાકે પરિણામ જાહેર કરતા ભાજપ vજ ભાજપ પૈકી સત્તાધારી વિકાસ પેનલના ૧૬ ઉમેદવાર અને વિશ્વાસ પેનલના ૧ ઉમેદવારની જીત થઇ હતી. ડો.અનીલ પટેલ – ૧૫૯૫૦ મત, કાન્તીભાઈ પટેલ – ૧૫૮૭૭ મત, નરોત્તમભાઈ પટેલ – ૧૫૫૫૧ મત, ખોડાભાઈ પટેલ – ૧૫૫૨૫ મત, ગણપતભાઈ પટેલ – ૧૫૩૦૪ મત, ચંદુભાઈ પટેલ – ૧૫૨૧૦ મત, ઘનશ્યામભાઈ પટેલ – ૧૫૦૮૮ મત, કાનજીભાઈ પટેલ – ૧૫૦૪૧ મત, બાબુલાલ પટેલ – ૧૪૯૮૧ મત, જીતેન્દ્ર પટેલ – ૧૪૭૮૨ મત, ભાઈલાલભાઈ પટેલ – ૧૪૭૭૭ મત, ડાહ્યાભાઈ પટેલ ઉર્ફે ડી એમ પટેલ (વિશ્વાસ પેનલ)– ૧૪૭૨૮ મત, અમૃતલાલ પટેલ – ૧૪૪૮૦ મત, કિરીટ પટેલ – ૧૪૪૭૮ મત મહિલા અનામત ઉમેદવારઃ દિપીકાબેન પટેલ – ૧૪૭૯૮ મત, કોકીલાબેન પટેલ – ૧૪૭૧૫ મત અનુસુચિત જાતી અનામત ઉમેદવારઃ લક્ષ્મણભાઈ વણકર – ૧૪૯૪૩ મત આમ, ૧૬ ઉમેદવાર વિકાસ પેનલના અને ૧ ઉમેદવાર ડી એમ પટેલ વિશ્વાસ પેનલના એ જીત હાંસલ કરી હતી. ૭ વર્ષે યોજાયેલી મહેસાણા અર્બન બેન્કની આ ચૂંટણીમાં ભાજપ vજ ભાજપ પેનલો મેદાને હોવાથી ભ્રષ્ટાચાર અને કૌભાંડોના આક્ષેપો એકબીજા ઉપર કરવામાં આવી રહ્યા હતા. જા કે, ગત સાંજે ૫ કલાકે શરુ થયેલી નવ-નવ કલાકની મત ગણતરી બાદ પણ રાત્રે હારેલી પેનલના એકમાત્ર વિજેતા ઉમેદવાર ડી એમ પટેલે ચૂંટણી અધિકારી પર આક્ષેપો કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.