ડીસામાં આજે જળ જીલણી એકાદશીની સાથે ગણપતિ દાદાનુ વિસર્જન પણ કરાશે

વડાવલ : ડીસા શહેરમાં ચાલી આવતી વર્ષોની પરંપરા મુજબ જલઝીલણી એકાદશીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. તેની સાથે ડીસા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં બિરાજમાન ગણપતિ દાદાનુ વિસર્જન પણ આ શોભાયાત્રાની સાથે કરવામાં આવતું હોય છે. જેને નહીં સમગ્ર પંથકમાં અનેરો માહોલ જોવા મળતો હોય છે.
ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર પંથકમાં વિઘ્‌નહર્તાનું રંગેચંગે વાજતે-ગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી ભક્તો દ્વારા વિવિધ પૂજન-અર્ચન કરી અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન યોજાયા હતા. ત્યારે આજરોજ શ્રીજીની પ્રતિમાનું રંગેચંગે વિસર્જન કરવામાં આવશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાઓ નીકળશે અને ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. ત્યારે શ્રીજીના વિસર્જનની નીકળનારી શોભાયાત્રાને લઇ આયોજકો પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસા ખાતે ગોપાલ સેના દ્વારા પર ગણપતિ દાદાના વિસર્જનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગુજરાતની નામાંકિત કલાકાર દિવ્યા ચૌધરી સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ શોભાયાત્રા લઇ માલધારી સમાજમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.