ઈકબાલગઢના અભ્યારણ્ય વિસ્તારમાં રાજહંસનો શિકાર કરવા બદલ પિતા પુત્ર વિરુદ્ધ આર્મ એક્ટની ફરિયાદ

ઈકબાલગઢ રેન્જના વન્ય અભ્યારણ વિસ્તારમાં આવતા પાલનપુર તાલુકાના સુરજપુરા ગામની સીમમાં આઠ માસ અગાઉ રાજહંસનો શિકાર થયો હતો.જેની વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.જેમાં સુરજપુરા ગામના એક શખ્સ દ્વારા તેના પિતાના લાયસન્સવાળી બાર બોરવાળી બંદૂકથી રાજહંસનો શિકાર કયો હોવાનું બહાર આવતા પરિક્ષેત્ર વન અધિકારી દ્વારા સુરજપુરા ગામના પિતા-પુત્ર વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથકે આર્મ એક્ટનો ગુનો દાખલ થયો છે.
 
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પરિક્ષેત્ર રેન્જમાં આવતા પાલનપુર તાલુકાના સુરજપુરા ગામની સીમમાં 26/2/2019ના રોજ રાજહંસનો શિકાર થયો હતો.જે મામલે 5 ઓગસ્ટના રોજ વન્ય પ્રાણી સરંક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને આ બનાવની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સુરજપુરાના માધુસિહ ભવાનસિહ ચૌહાણ અને ભવાનસિહ ગુલાબસિહ ચૌહાણ દ્વારા રાજહંસનો શિકાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું
.જેમાં શિકારમાં વપરાયેલ બારબોર બંદૂકનુ લાયસન્સ ભવાનસિહ નામનું હતું.જે બંદૂકથી માધુસિહએ રાજહંસનો ગેરકાયદેસર શિકાર કર્યો હોઈ ઈકબાલગઢ પરિક્ષેત્ર વન અધિકારી જીગરકુમાર મોદીએ રાજહંસનો શિકાર કરવાના  ગુનામાં સુરજપુરા ગામના પિતા-પુત્ર વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથકે આર્મ એક્ટ મુજબ ફરિયાદ નોધાવી છે. જેની તપાસ પીએસઆઈ એ.પી.ચૌધરી ચલાવી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.