પાટણ જિલ્લામાં વિવિધ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવાયો

પાટણ : આગામી સમયમાં તા. ૨૭/૧૦/૧૯ના રોજ દિવાળી, તા.૨૮/૧૦/૧૯ના રોજ નુતન વર્ષ, તા.૨૯/ ૧૦/૧૯ના રોજ ભાઈબીજ તેમજ તા.૩૧/ ૧૦/૧૯ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તહેવારની ઉજવણી થનાર છે. રાજકીય સંગઠનો, સંસ્થાઓ, વ્યક્તિ સમુહો દ્વારા તથા સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમો થતાં હોઈ આ કાર્યક્રમો દરમ્યાન સરકારશ્રી વિરૂદ્ધમાં આક્ષેપો/પ્રતિઆક્ષેપો કરી આંદોલનાત્મક કાર્યક્રમો, સરઘસ કાઢી, ધરણાં કરી, ભૂખ હડતાલ કે રેલી યોજી આવેદન પત્ર આપવાથી પાટણ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જી. પ્રજાપતિએ  હથિયારબંધી ફરમાવી છે.ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૭(૧) મુજબ મળેલી સત્તાની રૂએ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૧/૧૦/૧૯ ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૧૯ના રોજ ૨૪.૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાંત નીચે મુજબના કૃત્યો કોઇપણ ઇસમને નહી કરવા ફરમાન કરાયું છે. જે મુજબ શસ્ત્રો, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવા સામે, જલ્દીન સળગી ઉઠે તેવા પદાર્થો બનાવવાની કે એકઠા કરવાની કે સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઇ જવાનું, પથ્થર અથવા પથ્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું, જુસ્સાદાર ભાષણ કરવાનું કે, નનામીઓ કે પૂતળા કાઢવાનું કે, ચાળા પાડવા કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરેલ તેવા ચિત્રો તૈયાર કરવાનું પ્રદર્શિત કરવા સામે, ધાર્મિક કે સામાજિક લાગણી દૂભાય તેવા સુત્રો પોકારવા સામે, અપમાન કરવાનું કે જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું, અશ્લીલ ગીતો ગાવાનું કે ટોળામાં ફરવાનું, માણસનું મડદું આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવા સામે, નીતિનો ભંગ કરે તેવું ભાષણ કરવા, વાણી ઉચ્ચારવા, નીતિનો ભંગ થાય તેવા હાવભાવ કરવા, તેવી ચેષ્ટાઓ કરવા તથા ચિત્રો, પત્રિકાઓ અથવા પ્લેકાર્ડ તૈયાર કરવા કે ઉપયોગ કરવા સામે મનાઇ ફરમાવવામાં આવી છે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરૂદ્ધ સબંધિત વિસ્તારના મામલતદાર વ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરી મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) તથા આઈ.પી.સી.ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 
પોતાની ફરજ અંગે ઉપરી અધિકારીના હુકમ પ્રમાણે હથિયાર રાખવા પડતા હોય તેવા સરકારી કર્મચારીઓને, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પાટણ/રાધનપુર / સમી/ સિધ્ધપુર, જિલ્લા પોલીસ અધિક્ષક પાટણ, વિભાગીય પોલીસ અધિકારીઓ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટો તથા કોઇ પોલીસ અધિકારીએ શારીરિક અશકિતના કારણે લાકડી અગર સોટી રાખવાની પરવાનગી આપી હોય તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.