કડીમાં માલધારી રેલી હિંસક બની : પથ્થરમારો થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

 
 
મહેસાણા
મહેસાણા જીલ્લામાં એક રબારી યુવકના મોત બાદ મામલો વધુ ગંભીર બની ગયો છે. કડીના રાજપુરના એક રબારી યુવાનના મોત બાદ માલધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, જેને પગલે વિશાળ રેલી યોજવામાં આવી.
મળતી માહિતી મુજબ, મહેસાણાના કડીના રાજપુરના યુવકના મોત મામલે રબારી સમાજમાં રોષ જાવા મળી રહ્યો છે. રબારી સમાજ દ્વારા કડીમાં રેલી યોજવામાં આવી. અંદાજે ૨૦૦૦થી વધુ લોકો રેલીમાં જાડાયા હતા. રાજપુરથી નંદાસણ સુધી રેલી કાઢવામાં આવી હતી. રબારી સમાજે યુવાનની હત્યાના બનાવને વખોડી કાઢી, અને કાયદો અને વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
વિગત વાર ઘટના જાઈએ તો, કડીના રાજપુરના રાજુ રબારી નામના ગૌરક્ષક યુવકના મોતનો મામલો સામે આવ્યો હતો, જેને પગલે રબાસી રમાજ દ્વારા રેલી યોજી પોલીસને આવંદન પત્ર પાઠવી રજુઆત કરાઈ કે ઝડપીમાં ઝડપી આરોપીઓને પકડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે. માલધારી સમાજ દ્વારા આવંદન પત્ર પાઠવ્યા બાદ રસ્તા પર વિરોધ દર્શાવા બધા બેસી ગયા, જેને પગલે રોડ-રસ્તા બ્લોક થઈ ગયા.
પોલીસે તેમને સમજાવવા જતા સમાજના લોકો રોષે ભરાયા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. સામે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો છે. હાલમાં પોલીસે થોડા અંશે પરિÂસ્થતિ પર કાબુ મેળવી લીધો છે, અને ટોળાને વેર વિખેર કરી અમદાવાદ-પાલનપુર હાઈવે ખુલ્લો કરવામાં સફળતા મળી છે.
મહેસાણા જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થલ પર પહોંચી ગયો છે. પરિÂસ્થતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.