૨૯મી સુધી રાકેશ અસ્થાનાની ધરપકડ નહીં કરવા આદેશ

સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાના મામલામાં હાઈકોર્ટે અસ્થાનાને હાલમાં વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે મામલાની આગામી સુનાવણી માટે ૨૯મી ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. કોર્ટે કહ્યું છે કે, ૨૯મી ઓક્ટોબરના દિવસે સીબી આઈ ડિરેક્ટર દ્વારા રાકેશ અસ્થાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપવામાં આવશે. કોર્ટ એ વખતે જ આ મામલામાં કોઇ નિર્ણય કરી શકશે. ૨૯મી ઓક્ટોબર સુધી હવે અસ્થાનાની ધરપકડ થઇ શકશે નહીં. હાલમાં યથાÂસ્થતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. કોર્ટે તે વખત સુધી આરોપીના મોબાઇલ અને લેપટોપ સહિત તમામ ઇલેક્ટ્રોનિક સાધનોને જપ્ત કરવાનો આદેશ કર્યો છે. આ પહેલા સીબીઆઈના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, આરોપીની સામે લાંચ લેવા સહિત અનેક ગંભીર મામલા રહેલા છે. અપરાધિક કાવતરાની સાથે સાથે ભ્રષ્ટાચારના મામલા પણ છે. બીજી બાજુ રાકેશ અસ્થા નાના વકીલે કોર્ટમાં અસ્થા નાની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી.
કોર્ટે અસ્થાનાની અરજીને ફગાવી દીધી છે. લાંચના મામલામાં અસ્થાનાએ હાઈકોર્ટથી પોતાની સામે કોઇ બળપૂર્વક કાર્યવાહી નહીં કરવાના નિર્દેશ જારી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સીબીઆઈએ રાકેશ અસ્થા નાની લાંચમાં સંડોવણીના સંદર્ભમાં એજન્સીના ડીએસપી દેવેન્દ્ર કુમારને દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યા હતા. ડીએસપી દેવેન્દ્રકુમારની ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરી છે. આના ઉપર દેવેન્દ્ર કુમારના વકીલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ ડીએસપી દેવેન્દ્રકુમારની ગઇકાલે ધરપકડ કરી લીધી હતી. અધિકારીઓએ કહ્યું છે કે સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે લાંચ રૂશ્વતના મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.