ઘરની પાછળ ખોદકામ દરમિયાન મળી વિચિત્ર વસ્તું, નજીક જઈને જોયું તો હકીકત કંઈક અલગ જ હતી

બ્રાઝિલના મેલેરિયો શહેરમાં એક ખેડૂત તેના ઘરના પાછળ આવેલા ખેતરમાં ખેતી કરી રહ્યો હતો. ખોદકામ દરમિયાન તેને જે વસ્તુ દેખાઈ તેનાથી તેના હોશ ઉડી ગયા. તેણે જોયું કે, ત્યાં 6 આંગળી ધરાવતો એક પગ હતો. અફરાતફરીમાં તેણે પત્નીને બોલાવી, પરંતુ ટૂંક સમયમાં તેની હકીકત જાણી હેરાન રહી ગયા. જોકે, જેને તે બન્ને કોઈ રાક્ષસનો પગ સમજી રહ્યા હતા, તે હકીકતમાં એક બટાકું હતું.
 
અહીંયા રહેતા ખેડૂત માર્લી અને તેની પત્ની પાઉલોએ આખી ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે હેરાની વ્યક્ત કરતા કહ્યું કે, જિંદગીમાં પહેલીવાર તેમણે આ પ્રકારનું બટાકું જોયું છે. એક બટાકું આવી રીતે આકાર લઈ શકે છે એ પહેલા ક્યારેય વિચાર્યું નહોતું. આ એકદમ એક પગની માફક હતું. જોકે, તેનો આકાર પગની સરખામણીએ ઘણો મોટો હતો. માર્લીએ કહ્યું કે, પહેલી નજરમાં તો અમે તેનો આકાર જોઈને જ ડરી ગયા હતા.
 
સોશિયલ મીડિયા પર આ તસવીર ઝડપથી શેર કરવામાં આવી હતી. કેટલાક લોકોએ માર્લીની આ પોસ્ટ પર મજા લેવાની શરૂ કરી દીધી. એક વ્યક્તિએ લખ્યું કે, જરૂર તમારા ઘરની આસપાસ ભૂત રહેતું હશે. આ તેના કારણે જ થઈ રહ્યું છે. ત્યારે એક અન્ય વ્યક્તિએ કહ્યું, હવે આ બટાકું કાપશો તો લોહી નીકળશે.
 
માર્લીએ જણાવ્યું કે, વિચિત્ર બટાકાનું વજન લગભગ 8 કિલો છે. તેમણે કહ્યું, અમે પ્રાઈવેટ નોકરીમાં હતા અને હવે રિટાયર્ડ થયા બાદ થોડી ખેતી કરી લઈએ છીએ. અમે અમારા ઘરની પાછળ જાતે જ ખાવા માટે શાકભાજી અને બટાકા ઉગાડીએ છીએ. માર્લીએ વધુમાં કર્યું કે, તેઓ છ વર્ષથી બટાકા ઉગાડી રહ્યા છે પણ આવો આકાર પહેલીવાર જોયો છે. તેઓ આ બટાકાને લોકોને જોવા માટે સુરક્ષિત રાખશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.