અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુદળમાં સામેલ

નવીદિલ્હી : દુનિયાની ચોથી સૌથી શÂક્તશાળી વાયુ સેના ગણાતી ભારતીય એરફોર્સે દુશ્મનને હવામાં તોડી પાડવાની તાકાતમાં વધારે શÂક્ત હાંસલ કરી લીધી છે. દુનિયાના સૌથી શÂક્તશાળી એટેક હેલિકોપ્ટર અપાચેને મંગળવારના દિવસે હવાઈ દળમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. અમેરિકી હવાઈ દળના કાફલામાં સામેલ એએચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટરને હવાઈ દળના વડા બીએસ ધનોવાની ઉપÂસ્થતિમાં પઠાણકોટ એરબેઝમાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ દળને બોઇંગ કંપની પાસેથી ૨૨ એએચ-૬૪ઇ અપાચે હેલિકોપ્ટર મળનાર છે જેનો પ્રથમ કાફલો આવી પહોંચ્યો છે. આગામી વર્ષ સુધી ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં તમામ ૨૨ વિમાન મળી જશે. દુશ્મને ધુળ ચટાડી દેવા માટે ભારતીય હવાઇ દળની પાસે અન્ય યુદ્ધવિમાનો રહેલા છે. ઉડતી ટેન્કના નામથી લોકપ્રિય બોઇંગના અપાચે ગાર્જિયન હેલિકોપ્ટર ભારતીય સેનાના ટેન્ક યુદ્ધમાં મહારથી તરીકે છે. વિશેષ કરીને પાકિસ્તાન સાથેયુદ્ધ થાય તો ટેન્કથી હુમલાના મામલામાં તે ભારતને મોટી સફળતા અપાવશે. મિસાઇલો ફિટ હોવાથી આ હેલિકોપ્ટર પાસે ૨૫૬ મુવિંગ ટાર્ગેટને શોધીને તેના ઉપર તુટી પડવાની ક્ષમતા રહેશે. અપાચે પોતાની આધુનિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમના લીધે દુનિયામાં સૌથી આધુનિક યુદ્ધ હેલિકોપ્ટર તરીકે છે. અમેરિકાએ ૧૯૯૧માં અખાત યુદ્ધ દરમિયાન ઇરાક સામે અને ત્યારબાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે યુદ્ધમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.